જીવતુ જાગતુ ગ્રીન હાઉન : ઇંગ્લેન્ડમાં 200થી વધુ પ્રજાતિઓનું ઘરમાં વાવેતર કરી મિનિ નર્સરી બનાવી
08-Jun-2021
ટેક્નોલોજીના સમયમાં માણસ કામકાજથી કંટાળીને જોજનો દુર પોતાના પરિવારને પ્રકૃતિને નિહાળવા દરિયાકાંઠે કે પછી હિલ સ્ટેશન પર લઈ જતો હોય છે. પરંતુ ઇંગ્લેન્ડમાં એક પર્યાવરણ પ્રેમીએ અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. તેઓએ દુર જવાને બદલે પોતાના ઘરમાં જ જંગલ બનાવી 200થી વધુ પ્રજાતિઓનું વાવેતર કર્યું છે. 34 વર્ષના ડિજિટલ માર્કેટર જ્હોની બાલચંદાનીએ પોતે ઘરની અંદર જ જંગલમાં રહેતા હોય તેવો અહેસાસ કરવા ડ્રોઇંગરૂમ કે બેડરૂમ ચારેબાજુએ છોડવા વાવીને ઘરમાં પ્રકૃતિ ખીલવી છે. ઓછામાં ઓછા 2 હજારથી વધુ છોડવા નાનકડી જગ્યામાં વાવી મિનિ નર્સરી બનાવી છે. શરૂઆતમાં પત્ની તેમજ બાળકોને નાપસંદ હતું. ધીરે ધીરે તેઓ પ્રકૃતિને પ્રેમ કરવા શીખી ગયા છે. તેમજ અત્યાર સુધીમાં 10 લાખનો ખર્ચ માત્ર છોડ પાછળ જ કરી નાંખ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024