ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ 7 જૂનના રોજ ઈન્કમ ટેક્સ ડિટેલ્સ ભરવા માટે એક નવું પોર્ટલ ઈ-ફાઇલિંગ 2.0 શરુ કરશે
31-May-2021
નવા ઈન્કમટેક્સ પોર્ટલને શરૂ કરવાની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગે શનિવારે જણાવ્યું કે, 7 જૂનથી, આવકવેરાની વિગતો ભરવા માટેનું એક નવું પોર્ટલ ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કરાશે. નવા પોર્ટલનો હેતુ કરદાતાઓ માટે સુવિધા વધારવાનો છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ મોબાઇલ દ્વારા તેનો ઉપયોગ કરવો સરળ બનશે અને તેના પર અગાઉથી ભરવામાં આવેલા આવકવેરાની વિગતો, આઈટીઆર આવકવેરા ફોર્મ અને સરળ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, આવકવેરા વિભાગ 7 જૂન, 2021એ નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in શરૂ કરશે. આ પોર્ટલ હાલની http://incometaxindiaefiling.gov.inની જગ્યાએ કામ કરશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025