વડોદરા : દેશનો પહેલો હાઇડ્રોજન પ્લાન્ટ ગુજરાતમાં બનશે. IOCL ૨૪૦૦૦ કરોડનું રોકાણ વડોદરામાં કરશે

08-Jun-2021

પ્રતિકાત્મક તસવીર

વડોદરા : ગાંધીનગરમાં ગુજરાત સરકાર સાથે આઇઓસીએલ દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. હાઇડ્રોજન ગેસના ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ વડોદરા ખાતે આઇઓસીએલ-ગુજરાત રિફાઇનરીમા શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અન્ય ૬ પ્રોજેક્ટો મળીને આઇઓસીએલ ૨૪૦૦૦ કરોડનું રોકાણ વડોદરામાં કરી રહ્યુ છે આ અંગે આજે  સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટોથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૫,૦૦૦ લોકોને રોજગારી મળશે.IOCL ર૪ હજાર કરોડના રોકાણ સાથે પોલી પ્રોપીલીન,બ્યુટાઇલ એક્રીલેટ અને લુબ્રિકન્ટ ઉત્પાદન જેવા ૬ નવા પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. ગુજરાત ગેસ એન્ડ પેટ્રોકેમિકલ ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે.

IOCના ચેરમેન શ્રી વૈદ્યનું કહેવું હતુ કે, નવા ઉદ્યોગ એકમો પોલીપ્રોપીલીન, બ્યુટાઇલ એક્રીલેટ અને લુબ્રિકન્ટ જેવા ઔદ્યોગિક વપરાશના અગત્યના કાચા માલનું ઉત્પાદન કરશે.કોટીંગ-રંગકામ, એડહેસીવ- ગુંદર, ટેક્સટાઇલ અને અન્ય રસાયણો જે હાલ આયાત કરવામાં આવે છે તેના ઉત્પાદન માટે અતિ મહત્વનું બ્યુટાઇલ એક્રીલેટ અહીં ઉત્પાદિત થશે. ગુજરાત રિફાઈનરી ભારતનો પ્રથમ હાઈડ્રોજન વાયુ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરશે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ પ્રસંગે કહ્યું હતુ કે, આ નવા રોકાણોના પ્રોજેકટસથી રાજ્યમાં ડાઉન સ્ટ્રીમ ઊદ્યોગોને વધુ સક્ષમતા પ્રાપ્ત થશે.

Author : Gujaratenews