જમીન અને માટી વગર થાય છે શાકભાજીની ખેતી! આ ટેકનોલોજીથી તમે પણ કરી શકો છો ખેતી

28-Jun-2021

હાઇડ્રોપોનીક્સ ફાર્મિંગ (Hydroponics Farming) – ખેતીનું એક નવું અભિગમ

આજના સમયમાં એક તરફ શહેરીકરણ વધવાથી ખેતીલાયક જમીન અને પાણીની અછત ઉભી થઇ રહી છે તો બીજી તરફ જળવાયું પરિવર્તનના કારણે ચીલાચાલુ ખેતીમાં મુશ્કિલો ઉભી થવાથી નફાકારક ખેતી કરવું અઘરૂં બનીરહયું છે. આવીપરિસ્થિતિમાં નફાકારક ખેતી કરવા માટે હાઇડ્રોપોનીક્સ ખેતી (Hydroponics Farming) વિષે જાણવા જેવું છે.

હાઇડ્રોપોનીક્સ ખેતી શું છે?

હાઇડ્રોપોનીક્સ (Hydroponics) એક એવી ખેતી પધ્ધતિ છે જેમાં વગેર માટી અને ઓછા પાણી સાથે નિયંત્રિત તાપમાનમાં પાક ઉગાડવામાં આવે છે. આ પાકની ખેતી માટીને બદલે અન્ય આધાર જેવાકે કોકોપીટ, પરલાઇટ અને રોક્વુલ વિગેરે પરકરવામાં આવે છે. પાકના છોડને જોઈતા પોષક તત્વો પાણીમાં ઓગાળીને જરૂરિયાત પ્રમાણે પાઇપ અથવા ખાસ પધ્ધતિથી પુરા પાડવામાં આવે છે.

હાઇડ્રોપોનીક્સ ખેતીની ખાસિયતો

  • હાઇડ્રોપોનીક્સ ખેતીમાં પાણીની 90% જેટલી બચત થાય છે.
  • આ પધ્ધતિ દ્વારા સીઝન વગર પણ શાકભાજી વિગેરેની ખેતી કરી શકાય છે.
  • ઉંચી ગુણવત્તા અને વધુ ઉત્પાદન મળે છે.
  • પોષક તત્વોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
  • નિયંત્રીત તાપમાનમાં ખેતી થવાથી સિજન વગર ખેતી કરી વધુ ભાવ મેળવી શકાય છે.
  • રોગ જીવાતનો નહીવત ઉપદ્રવ.
  • નિંદામણનો 100% નિયંત્રણ.

હાઈડ્રોપોનિક્સ ખેતી માટે પાકોની પસંદગી અને ઉત્પાદકતા

એમતો હાઈડ્રોપોનિક્સ (Hydroponics) ખેતીમાં દરેક પાક લઈ શકાય છે છતાં પણ માર્કેટની ડિમાંડ, ઉત્પાદન ખર્ચ અને મળતો ભાવ વિગેરે બાબતોનું ધ્યાન રાખીને પાકની પસંદગી કરવી જોઈએ. કોબીજ, ફ઼લાવર, ભીંડા, રીંગણ, પાલક, ગાજર, મુળા, હળદર, ટામેટા, બટાકા, સ્ટ્રાબેરી, ધાણા અને લીલા મર્ચા જેવા પાક પસંદ કરવાઅ જોઈએ.

આ પધ્ધતિમાં જો પાકના દરેક તબકકામાં સારૂં નિયંત્રણ રાખવામાં આવે તો ઘણું સારૂં ઉત્પાદન મળી શકે છે. વિવિધ પાકોમાં આ પધ્ધતિમાં મળતું ઉત્પાદન નિચે મુજબ છે.

ટામેટા – 180 થી 200 ટન/એકર
બટાકા – 60 થી 70 ટન/એકર
કોબીજ – 10 થી 12 ટન/એકર
શિમલા મર્ચા – 120 થી 150 ટન/એકર
લેટયુસ – 300 થી 400 ટન/એકર
કાક્ડી – 180 થી 200 ટન/ એકર

 

હાઇડ્રોપોનિક્સ ખેતીની વિવિધ પધ્ધતિઓ

વ્યાવસાયિક ધોરણે આ પધ્ધતિથી ખેતી કરવા માટે પુરતી વિજ વ્યવસ્થા, પાણી અને ઉપકરણો અને 1 થી 2 એકર જમીન જરૂરી છે. હાઇડ્રોપોનિક્સ ખેતીની 6 મુખ્ય પધ્ધતિઓ છે.

વિક સિસ્ટમ

વિક સિસ્ટમ – આ સૌથી સરળ પધ્ધતી છે જેમાં વીજળીની જરુરીયાત પડતી નથી. પાકને કોકોપીટ જેવા માધ્યમ જે પોષક તત્વોને શોષી શકે તે પર ઉગાડવામાં આવે છે. છોડોના મુળીયા પર નાઇલોનની વિક (દોરી) લપેટી તેના બિજા છેડાને પોષક તત્વોમાં રાખવામાં આવે છે. આમ તો આ પધ્ધતી સરળ અને કમ ખર્ચીલી છે પરંતુ વધારે પોષક તત્વો જોઇતા હોય એવા પાકો માટે યોગ્ય નથી. ફ્ક્ત નાના છોડ જેવા કે લીલા ધાણા, તુલસી વિગેરે ઉગાડી શકાય. આ પધ્ધતીમાં દર 1 થી 2 અઠવાડીયામાં પોષક તત્વો બદલવા પડે છે.

ડીપ વાટર કલ્ચર

ડીપ વાટર ક્લ્ચર પધ્ધતી એમ તો વિક સિસ્ટમ જેવી જ છે પણ આમાં છોડનાં મુળીયાને સીધા પોષક તત્વોના દ્રાવણમાં રાખવામાં આવે છે. તે માટે છોડોને ફોમના પ્લેટફોર્મ પર ઉગાડવામાં આવે છે. છોડને જરૂરીયાત મુજબ ઓક્સિજન ડીફ્યુઝર અથવા એઅરસ્ટોનથી આપવાનો રહે છે. પોષક તત્વોનું દ્રાવણ દરેક 5 થી 10 દિવસમાં બદલવું જોઇએ. આ પધ્ધતિ બધા પાકો માટે અપનાવી શકાય અને ખર્ચ થોડો ઓછો આવે છે.

એબ અને ફ્લ્ડ સિસ્ટમ

આ પધ્ધતીમાં ગ્રો-બેડ (પ્લાસ્ટીક્ની મોટી ટ્રે) માં કોકોપીત, પરલાઈટ અથવા વર્મીક્યુલાઈટ વિગેરે ભરવામાં આવે છે અને તે ઉપર પાકના છોડ ઉગાડવામાં આવે છે. પોષક તત્વોના ઘોળથી ગ્રો-બેડને ભરવામાં આવે છે અને પમ્પ વડે પાણી આપવામાં આવે છે જેની માત્રા ટાઇમર દ્વારા ક્ન્ટ્રોલ કરવામાં આવે છે. આ પધ્ધતી મુળા, ગાજર, બીટ્સ, હળદર વિગેરે પાકો માટે સારી છે.

ન્યુટ્રિએન્ટ ફિલ્મ ટેક્નોલોજી

 

આ પધ્ધતી ગોઠવવામાં સરળ છે અને ખર્ચ ઓછો આવે છે. આમાં પાક્ને ગલી ચેનલ્સ (અડધા કાપેલા પાઇપ) અથવા ફોમનેટ પોટમાં ઉગાડવામાં આવે છે અને પોષક તત્વોને પમ્પ વડે આ ચેનલ્સમાં વહેતા કરવામાં આવે છે. વધારાના પોષક તત્વો ટાંકીમાં ભેગા થતા રહે છે જ્યાંથી પોષક તત્વો પાછા પાક્ને આપવામાં આવે છે.

ડ્રિપ સિસ્ટમ

 

આ પધ્ધતી ઉપયોગમાં સરળ અને સારી છે. વધુમાં વિવિધ પાકો માટે જોઈતા ફેરફારો સહેલાઈથી કરી શકાય છે. આમાં પોષક તત્વોને ડ્રિપ માર્ફતે છોડોને આપવામાં આવે છે જેનો ‘એમીટર’ અને પમ્પ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે.

એઇરોપોનિક્સ સિસ્ટમ

 

આ પધ્ધતીમાં છોડને નેટ અથવા જાળી દ્વારા ટંગાડી દેવામાં આવે છે અને મુળીયાને પમ્પ દ્વારા બોછાર પધ્ધતીથી પોષક તત્વો આપવામાં આવે છે. આવુ કરવાથી પાકને પુરતી હવા અને પોષક તત્વો મળવાથી ઉત્પાદન સારૂ મળે છે. આ પધ્ધતી વેલડી વાળા પાકો માટે સારી છે.

હાઇડ્રોપોનિક્સ પધ્ધતીમાં થતો ખર્ચ

દરેક પધ્ધતિ પોતપોતાની ખાસિયત ધરાવે છે જેના આધારે સાધનોની જરુરિયાત, પાક્ની પસંદગી અને નાણાની જરૂરીયાત ધ્યાનમાં લેવાની રહે. હાઇડ્રોપોનિક્સની (Hydroponics) ટ્રેનિંગ ખેતીવાડી ખાતા અને ખાનગી કંપનીઓ દ્વારા મેળવી શકાય છે. આ કંપનીઓ ટ્રેનિંગની સાથે સાથે જરૂરી ઉપકરણમ બિયારણો અને માર્ગદર્શન પણ પુરું પાડે છે. એક એકરમાં ઉપકરણ લગાવવાનો ખર્ચ અંદાજે રૂ. 25 લાખ થી રૂ. 30 લાખ આવે છે. સરકાર દ્વારા હાઇડ્રોપોનિક્સને પ્રોત્સાહન આપવા માટે સબસીડીની જોગવાઇ કરેલ છે. રાષ્ટ્રિયબેંકો હાઇડ્રોપોનિક્સ માટે 75% સુધી લોન આપે છે અને નાબાર્ડ દવારા 20% સબસીડી આપવામાં આવે છે જેથી કરીને 95% ટકા સુધી નાણાની વ્યવસ્થા થઇ શકે છે.

હાઇડ્રોપોનિક્સ પધ્ધતી દ્વારા સારી ક્વાલિટીનું ઉત્પાદન મળતું હોવાથી એક્સ્પોર્ટ કરતી સંસ્થાઓ, જાણીતા શાક્ભાજી વિક્રેતા અને મોટી કંપનીઓ સાથે કોન્ટ્રેક્ત ફાર્મીંગ કરી સારા ભાવ મળવાની પુષ્ક્ળ શક્યતાઓ છે.

લેખક
ડો. એસ.એન.ગોયલ
મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક (રિટાયર્ડ)
આણંદ એગ્રિકલચર યુનિવર્સીટી

Author : Gujaratenews