કોરોનાકાળમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન HDFCને મળ્યો ભારતની શ્રેષ્ઠ SME બેંકનો દરજ્જો કેટલાક વર્ષોમાં એચડીએફસી બેંકે તેના માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ બિઝનેસમાં પરિવર્તન કર્યું છે

30-Apr-2021

એચડીએફસી બેંકને એશિયામની બેસ્ટ એવોર્ડ ૨૦૨૧ માં ભારતની સર્વશ્રેષ્ઠ એસએમઇ બેંકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં એચડીએફસી બેંકે તેના માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ બિઝનેસમાં પરિવર્તન કર્યું છે જેના લીધે આ તેને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. હોંગકોંગ સ્થિત આ બિઝનેસ મેગેજીનના વાર્ષિક બેસ્ટ બેંકના સર્વેનો ઉદ્દેશ્ય તે જાણવાનો છે કે ગત ૧૨ મહિનામાં દરેક બેકિંગ ક્ષેત્રમાં હાલ કઇ બેંકોએ મુખ્ય ગતિવિધિઓની કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. એશિયામની દ્રારા બેંકિંગ અને કેપિટલ માર્કેટ્સમાં હાથ ધરવામાં આવેલ સંશોધનની સાથે માર્કેટમાં ભાગ લેનારાઓ તરફ્થી વિગતવાર સબમિશનો પ્રાપ્ત થયાં બાદ વરિષ્ઠ પત્રકારોની ટીમ દ્વારા એશિયામની એવોર્ડ અંગેના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં, અગ્રણી બેંકરોને મળવા તથા ક્લામેન્ટો અને સ્પર્ધકોના પ્રતિભાવો મેળવવા અમારા સંપાદકોએ પ્રત્યેક દેશ અથવા ક્ષેત્રની મુલાકાત લીધી હતી. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં તેણે એમએસએમઈને આપેલા ધિરાણો ૨૦૨ કરોડ (૨૮ બિલિયન યુએસ ડોલર) હતાં, જે એક વર્ષ પહેલાં બેંકે આપેલા ધિરાણની સરખામણીએ ૩૮%નો વધારો સૂચવે છે અને છેલ્લાં છ વર્ષમાં ૨૩%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિદરને દર્શાવ છે. એચડીએફસી બેંકના મતે આ બાબતે તેમને ભારતની બીજી સૌથી મોટી બેંક છે.

 

એમએસએમઈ લેન્ડિંગ બેંક બનાવી છે. બેંકના મેનેજમેન્ટનું પણ માનવું છે કે, તેમની એમએસએમઈ લેન્ડિંગ બૂક ટૂંક સમયમાં જ બેંકની કોર્પોરેટ બૂકથી પણ મોટી થઈ જશે. આ સામયિકમાં આગળ લખવામાં આવ્યું છે કે, તેના હોલસેલ બેંકિંગ વિભાગમાં એમએસએમઈ બિઝનેસ ગત વર્ષે આવકમાં યોગદાન આપનાર બીજો સૌથી મોટો બિઝનેસ બની ગયો હતો. કોર્પોરેટ બેંકિંગ અને બિઝનેસ બેંકિંગના ગ્રૂપ હેડ રાહુલ શુક્લા હેઠળ એસએમઈ ક્લાયન્ટ્સને આપવામાં આવતાં પ્રોત્સાહનને કારણે ગુણવત્તાનો ભોગ લેવામાં આવ્યો નથી. વ્યાવસાયો પર કોવિડ-૧૯નો ગંભીર પ્રભાવ પડ્યો હોવા છતાં તેની એસેટની ગુણવત્તા મજબૂત જળવાઈ રહી છે. બેંકનો એમએસએમઈ સંબંધિત નોન-પર્ફોમિંગ એસેટ (એનપીએ) રેશિયો માર્ચ ૨૦૧૯માં ૧.૧૬% અને માર્ચ ૨૦૨૦માં ૧.૩૩% હતો, જે ડિસેમ્બર ૨૦૨૦માં ઘટીને ૦.૭% થઈ ગયો હતો. એચડીએફસી બેંકના હોલસેલ બેંકિંગના ગ્રૂપ હેડ રાહુલ શુક્લાએ જણાવ્યું હતું કે, એસએમઈ બિઝનેસમાં અમારી કામગીરીને માન્યતા પ્રાપ્ત થઈ રહી છે.

Author : Gujaratenews