ન્યુ વરાછાનુ એકતા ગૃપ કોરોનાથી પિતા ગુમાવનાર ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓની ફી ભરશે

11-Jun-2021

ફાઈલ તસવીર: સીએમ સાથે ડાબી બાજુએ ઓરેન્જ શર્ટમાં હસમુખભાઇ હિરપરા.

કોરોનાના કારણે એક તરફ લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ઉપરથી મોંઘવારીના મારના કારણે લોકો પરેશાન છે. તેવા સમયે બાળકોની ફી માતા-પિતા માટે બજેટ પર અસર કરી રહી છે. ત્યારે વેલંજાના એકતા ગૃપ દ્વારા સેવાની પહેલ કરી છે. એકતા ગૃપે કોરોનામાં પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોને ભણાવવાનું નક્કી કર્યું છે.

કોરોનાને કારણે પોતાના પિતાને ગુમાવ્યા હોય તેવા બાળકોની ધોરણ એકથી 8 સુધીની અડધા વર્ષની સ્કૂલ ફી વેલંજાના એકતા ગૃપ દ્વારા ભરવામાં આવશે તેમ ગ્રુપના પ્રમુખ હસમુખભાઈ હિરપરાએ એક યાદીમાં જણાવ્યું છે. એકતા ગ્રુપ તરફથી આ ખર્ચ ઉપાડવામાં આવશે. કોઈ બાળકો સોસાયટીમાં હોય તો સોસાયટીના પ્રમુખને જાણ કરવી અને સાથે પ્રમુખોને જણાવ્યું હતું કે, આ સેવા માત્ર ન્યુ વરાછા તરીકે જાણીતા ઉમરા-વેલંજા વિસ્તાર માટે છે.

 

આ ખર્ચ અમારુ ગ્રુપ ઉપાડનારુ છે. આ મેસેજ દરેક સોસાયટીના ગ્રુપમાં મૂકવો જોઈએ. જેનાથી દરેકને સેવાનો લાભ મળી શકે. -એકતા ગૃપ પ્રમુખ હસમુખભાઈ હિરપરા

Author : Gujaratenews