આખા રાજ્યમાં સુરત શહેરનું સર્વશ્રેષ્ઠ પરિણામ, 546 વિદ્યાર્થીઓને A1, 2547 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો
17-Jul-2021
SURAT :ધોરણ 12 સાયન્સનું પરિણામમાં સુરતમાંથી કુલ 13,733 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. E2 ગ્રેડમાં આખા રાજ્યમાં 4 વિદ્યાર્થીઓ છે જેમાંથી 1 વિદ્યાર્થી સુરતનો છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર (Gujarat Board Class 12 Result 2021) જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-12 સાયન્સના પરિણામની વાત કરીએ ગુજરાતમાં 3245 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. આખા રાજ્યમાં સુરત શહેરનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. ધોરણ-12 સાયન્સનું સુરતનું પરિણામ જોઈએ તો 546 વિદ્યાર્થીઓને A1, 2547 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. શહેરની આશાદીપ ગ્રૂપ ઓફ સ્કૂલ (Ashadeep Group of Schools)ના 137 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. ધોરણ 12 સાયન્સમાં સુરતમાંથી કુલ 13,733 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. E2 ગ્રેડમાં આખા રાજ્યમાં 4 વિદ્યાર્થીઓ છે જેમાંથી 1 વિદ્યાર્થી સુરતનો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024