આ તારીખે ચાલુ થશે ગોલ્ડન બ્રિજની બાજુમાં નિર્માણ પામેલ નવો ૪ લેન બ્રિજ......નર્મદા મૈયા બ્રિજે સૌથી લાંબા નિર્માણનો રેકોર્ડ કાર્યરત થતા પેહલા જ અંકિત કર્યો

15-Jun-2021

આ તારીખે ચાલુ થશે ગોલ્ડન બ્રિજની બાજુમાં નિર્માણ પામેલ નવો ૪ લેન બ્રિજ......નર્મદા મૈયા બ્રિજે સૌથી લાંબા નિર્માણનો રેકોર્ડ કાર્યરત થતા પેહલા જ અંકિત કર્યો

આજે બ્રિજની કામગીરી 90 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. 400 કરોડનો મુખ્ય 4 લેન બ્રિજ સાથે નદી ઉપર તેની લંબાઈ 1462 મીટર જેટલી છે જ્યારે ફ્લાયઓવર સાથે બ્રિજ કુલ 3042 મીટર લંબાઈ ધરાવે છે.

આજે 5 વર્ષ અને 5 મહિને બ્રિજ તૈયાર છે પરંતુ હજી અંકલેશ્વર તરફથી ભરૂચ લેન્ડિંગ માટે 53 મીટર ગર્ડર લેન્ડિંગની મુખ્ય કામગીરી બાકી છે. જે ગર્ડર 2 પાર્ટમાં અમદાવાદ નિર્માણ થઈ રહ્યો છે. સાથે બ્રિજ અને ફ્લાયઓવર ઉપર ઇલક્ટ્રિફિકેશનની કામગીરી પણ હજી બાકી છે, જે આગામી ઓગસ્ટમાં પૂર્ણ થાય તેમ છે. સરકાર અને તંત્રનું બ્રિજને 15 ઓગસ્ટ સુધીમાં ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવાનું આયોજન છે.

ભરૂચ નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજ 16 મે 1881 માં કાર્યરત થયા બાદ 96 વર્ષે ટ્રાફિકના ભારણને લઈ 24 એપ્રિલ 1977 માં જૂનો સરદાર બ્રિજ રૅ120 કરોડના ખર્ચે નિર્માણ થયો હતો. જેના ઉપર પણ ટ્રાફિકનું અતિ ભારણના કારણે નવા બ્રિજની તાતી જરૂર વર્તાતા નવો સરદાર બ્રિજ ર113 કરોડના ખર્ચે 11 નબેમ્બર 2000 માં શરૂ કરાયો હતો. જે બાદ 2017 માં કેબલ બ્રિજ અને હવે સંભવત 2021માં નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થશે.

Author : Gujaratenews