ભારત સરકાર અર્થવ્યવસ્થાને બુસ્ટર મળે તેવું પગલું લેવા ફ્લેક્સ ફ્યુઅલ ફરજીયાત બનાવવા જેવું પગલું લેવા જવાની વિચારણા કરી રહી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવથી (Petrol-Diesel Price) હેરાન થઇ ગયેલા લોકો માટે ખુશખબર આવવા જઇ રહી છે. સરકાર 8થી 10 દિવસની અંદર મોટો નિર્ણય લઇ શકે એમ છે. સરકાર ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ફલેક્સ ફ્યૂલ એન્જિનને (Flex-fuel Engine) ફરજીયાત બનાવવા પર વિચાર કરી રહી છે. જેનાથી સામાન્ય જનતાને ખુબ મોટો ફાયદો થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) આ માહિતી આપી છે.નીતિન ગડકરીએ આ માહિતી આપતા કહ્યું કે કહ્યું કે આ પગલું ખેડૂતોને મદદ કરશે અને ભારતીય અર્થવ્યવસ્થાને (Indian economy) વેગ આપશે. તેમણે કહ્યું કે વૈકલ્પિક ફ્યુઅલ ઇથેનોલની કિંમત પ્રતિ લિટર 60-62 રૂપિયા છે જ્યારે દેશના ઘણા ભાગોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાથી વધુ છે . તેથી ભારતીય ઇથેનોલનો ઉપયોગ કરીને લિટર દીઠ 30 થી 35 રૂપિયાની બચત કરશે. તમને જાણવાની ઇચ્છા થશે કે શું છે ફલેક્સ ફ્યૂલ એન્જિન. કેવી રીતે આ કામ કરશે.
ફલેક્સ ફ્યૂલ એન્જિનનો હશે વિકલ્પ: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે “હું પરિવહન મંત્રી છું, હું ઉદ્યોગ માટે આદેશ જાહેર કરવા જઇ રહ્યો છું. જેમ ફક્ત પેટ્રોલ એન્જિન જ નહીં, ફલેક્સ ફ્યૂલ એન્જિનનો વિકલ્પ પણ હશે જેમાં લોકો 100 ટકા કાચા તેલનો ઉપયોગ કરી શકાશે. તેમણે 8-10 દિવસમાં આ નિર્ણય લેવાની વાત કહીને કહ્યું કે અમે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ફરજિયાત બનાવીશું. ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન શું હોય છે : તમને જણાવીએ કે, આ સામાન્ય આંતરિક કમ્બ્યુશન એન્જિન (ICE) એન્જિન જેવું જ હોય છે. પરંતુ તે એક અથવા વધુ પ્રકારનાં બળતણ પર ચલાવવામાં સક્ષમ હોય છે. ઘણા કિસ્સાઓમાં, આ એન્જિન માટે મિશ્ર બળતણનો પણ ઉપયોગ થાય છે. જો સામાન્ય ભાષામાં સમજાવવામાં આવે તો, આ એન્જિનમાં પેટ્રોલ અને ઇથેનોલ અથવા મિથેનોલનું મિશ્રણ પણ વાપરી શકાય છે. આ એન્જિન બળતણમાં મિશ્રિત માત્રા અનુસાર પોતાને સમાયોજિત કરે છે.
કેવી રીતે બને છે ઇથેનોલ? : બળતણમાં પેટ્રોલ અને ઇથેનોલને મિશ્ર કરીને ગાડી ચલાવવાના આ પ્લાનને વધુ સમજીએ તો ઇથેનોલ એ આલ્કોહોલનો એક પ્રકાર છે. આ ઇથેનોલ પેટ્રોલમાં ભળી જાય છે અને વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. ઇથેનોલ શેરડીમાંથી ઉત્પન્ન થાય છે. અને આણે પેટ્રોલમાં મેળવીને કાર્બન મોનોક્સાઇડ 35 ટકા ઘટાડી શકાય છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી સામાન્ય માણસને પણ મોટો ફાયદો થઇ શકે છે. તેમજ શેરડીમાંથી બનતું હોવાથી ખેડૂતને પણ ફાયદાકારક નીવડી શકે છે. ઇથેનોલથી ચાલતી કાર પેટ્રોલ કરતા ઘણી ઓછી ગરમ થાય છે. ઇથેનોલમાં આલ્કોહોલ ઝડપથી બાષ્પીભવન થાય છે, જેના કારણે એન્જિન ઝડપથી ગરમ થતું નથી. આ દેશોમાં થાય છે ફલેક્સ ફ્યૂલ એન્જિનનું ઉત્પાદન: નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર બ્રાઝિલ, કેનેડા અને યુ.એસમાં ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનનું નિર્માણ કરી રહી છે, જે ગ્રાહકોને 100% પેટ્રોલ અથવા 100% બાયો-ઇથેનોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે.
પેટ્રોલમાં 20% ઇથેનોલનું લક્ષ : તમને જણાવી દઈએ કે સરકારે આગામી બે વર્ષમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્ર કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે, જે દેશને મોંઘા તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. અગાઉ સરકારે 2025 સુધીમાં આ લક્ષ હાંસલ કરવાનું નક્કી કર્યું હતું, જે હવે 2023 કરવામાં આવ્યું છે.
પેટ્રોલમાં હાલ 8.5 ટકા ઇથેનોલ મિશ્રિત હોય છે, જે 2014 માં 1-1.5 ટકા હતું. નીતિન ગડકરીએ ઇથેનોલને પેટ્રોલ કરતા વધુ સારું બળતણ ગાનાવીને તેને આયાતનો વિકલ્પ, ખર્ચ પર અસરકારક, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી ગાનાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનને ફરજિયાત બનાવવું એ ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપશે, કારણ કે ભારત મકાઈ, ખાંડ અને ઘઉંનો સરપ્લસ દેશ છીએ. તેમણે કહ્યું કે આપણી પાસે આ બધા અનાજ સંગ્રહિત કરવાની જગ્યા નથી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024