બિટકોઇનને ચલણ તરીકે માન્યતા આપનારો અલ સાલ્વાડોર વિશ્વનો પહેલો દેશ

10-Jun-2021

અલ સાલ્વાડોર: અલ સાલ્વાડોરની વિધાનસભાએ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનને કાનૂની ચલણ તરીકે માન્યતા આપી છે અને આવું કરનાર દુનિયાનો પહેલો દેશ બન્યો છે. રાષ્ટ્રપતિ નઇબ બુકેલેએ બિટકોઇન કૉન્ફરન્સમાં દરખાસ્ત મૂકી એના દિવસો પછી આ મંજૂરી અપાઇ છે. આ ડિજિટલ કરન્સી કોઇ પણ વ્યવહારમાં ઉપયોગ થઈ શક્શે અને કોઇ પણ ધંધાએ બિટકોઇનમાં પેમેન્ટ સ્વીકારવું પડશે. અપવાદ માત્ર આમ કરવાની ટેકનોલોજીનો અભાવ હોય એમને છે. અમેરિકન ડૉલર પણ અલ સાલ્વાડોરના ચલણ તરીકે જારી રહેશે અને કોઇને બિટકોઇનમાં પેમેન્ટની ફરજ પડાશે નહીં.

બેઉ ચલણ વચ્ચેનો વિનિમય દર બજાર દ્વારા નક્કી થશે અને તમામ ભાવો બિટકોઇનમાં જણાવવાના રહેશે. હિસાબી હેતુઓ માટે ડોલર રેફરન્સ તરીકે જારી રહેશે. લોકો બિટકોઇનનો ઉપયોગ કરીને વ્યવહારો કરી શકે એ માટે સરકાર લોકોને તાલીમને ઉત્તેજન આપશે. આર્થિક મંત્રાલયે નોંધ્યું કે 70% કરતાય વધુ સાલ્વાડોરવાસીઓને પરંપરાગત નાણાકીય સેવાઓ મળતી નથી. બિટકોઇન કાયદો મહત્વાકાંક્ષી છે પણ સરળ છે. આ કાયદો એની સત્તાવાર પ્રસિદ્ધિ બાદ 90 દિવસે અમલી બનશે. એ દરમ્યાન મધ્યસ્થ બૅન્ક અને નાણાકીય પ્રણાલિના નિયામકો નિયમો પ્રસિદ્ધ કરશે.

Author : Gujaratenews