૧૦૦ વર્ષીય સાધ્વીજીની પાલખી યાત્રા સાથે શ્વાન પણ પાંચ કિ.મી ચાલ્યો

04-May-2021

સુરત, મનુષ્ય અને પ્રાણીનો પ્રેમ સૃષ્ટિની શરૂઆતથી જ જોવા મળે છે. જૈનધર્મમાં જીવદથાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જૈનો તો પશુ-પ્રાણીઓને પ્રેમ કરે જ છે પણ પ્રાણીઓ પણ એમનો પ્રેમ તેમના પર વરસાવે છે. સોમવારે સુરતમાં સાધ્વીજી મહારાજની નીકળેલી પાલખીયાત્રામાં તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. એક શ્વાન પાલખીયાત્રામાં પાંચ કિલોમીટર સાથે સાથે ચાલ્યો હતો અને અગ્નિસંસ્કાર પણ નિહાળ્યા હતા.

 

પૂજ્ય સા. શ્રી પિયુષવાશ્રીજી મહારાજ સાહેબ રવિવારે સાંજે ૬.૨૫ કલાકે વેસુ જી.ડી ગોથંકા સ્કુલની સામે રામેશ્વરમ એપાર્ટમેન્ટમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેઓ ૧૦૦ વર્ષની ઉંમર અને ૩૯ વર્ષનો સંયમ પર્યાય ધરાવતા હતા. જૈન અગ્રણી અમૃતલાલ શાહે જણાવ્યુ કે, સોમવારે સવારે સાધ્વીજીની પાલખી યાત્રાનો પ્રારંભ થયો ત્યાં જ એક શ્વાન પાલખીની સાથે સાથે બરાબર પાલખીની નીચે ચાલવા લાગ્યો

 

હતો. થોડીવાર બધાને લાગ્યું કે બધા ભેગા ચાલી રહ્યા છે એટલે સાથે સાથે ચાલે છે. થોડીવાર બાદ લોકોએ તેને બહાર કાઢ્યો પણ થોડીવારમાં ફરી પાછો પાલખીની નીચે

 

એ શ્વાન ત્યાં ને ત્યાં જ બાજુમાં ઉભો રહ્યો હતો. અગ્નિદાહ બાદ આ પાછો કેવી રીતે જશે એની ચિંતામાં પાલખીના સભ્યોએ પંપાળીને પ્રેમથી ઉંચકીને ગાડીમાં મુક્યો

 

આવી ચાલવા લાગ્યો હતો.

 

પાલખી છેક પાંચ કિલોમીટર દૂર ઉમરા સ્મશાન સુધી ગઈ ત્યાં સુધી એ પાલખી નીચે જ ચાલતો રહ્યો હતો. જ્યારે સાધ્વીજીને અગ્નિ દાહ આપવામાં આવ્યો ત્યારે પણ

 

તો તરત જ ગાડીમાં ગોઠવાઈ ગયો હતો. ઉપસ્થિત સૌ શ્વાનના પુણ્યને ભાગ્યશાળી ગણાવી રહ્યા હતા. લોકોને યુધિષ્ઠિર સાથે સદેહે સ્વર્ગે ગયેલા શ્વાનની વાત યાદ આવી ગઇ હતી.

Author : Gujaratenews