ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધ્યુંઃ ધોળાવીરાને યૂનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું

28-Jul-2021

યુનેસ્કોની હેરિટેજ સમિતિની બેઠક મળી હતી જેમાં નવી નવી સાઈટોની સતાવાર રીતે હેરિટેજ(ધરોહર) નો દરજજો આપવામાં આવ્યો છે જેમાં, ગુજરાતના ધોળાવીરાનો સમાવેશ થયો છે. આ સાથે ભારતની ૪૦મી સાઇટ બન્યું છે ધોળાવીરા.

ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થતા ધરતીમાં ધરબાયેલા આ નગરની હવે વૈશ્વિક કક્ષાએ નવી જ ઓળખ ઉભી થશે. ઈતિહાસ અને આર્કિયોલોજીમાં રસ ધરાવતા લોકો આ સાઈટને જોવા અચુક દોડી આવશે. સફેદ રણની એક આગવી ઓળખ ઉભી થયા બાદ કચ્છને પ્રવાસન ક્ષેત્રે નવી દિશા સાંપડી પરિણામે દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છમાં આવતા થયા.

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે.સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી.

અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્દ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

મહત્વનું છે કે, ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી.

Author : Gujaratenews