કોવિડીયટની લાઈફ સાયકલબિમાર પડતાં પહેલા: વેકસીન લે નહી.આ બધું આંતરરાષ્ટ્રીય કંપનીઓનું કારસ્તાન છે.કોવીડ-બોવીડ જેવું કંઈ છે જ નહી.તમ-તમારે જલ્સા કરોને.હું થોડો માસ્ક પહેરું!????
તાવનો પહેલો દિવસ
સામાન્ય તાવ છે,આ ગરમીની ૠતુમાં આવો તાવ તો ઘણાને આવે. એમ થોડો કંઈ કોરોના થાય.
તાવનો બીજો દિવસ
એવું જરુરી નથી કે દરેક તાવ કોરોના જ હોય.મેડીકલ સ્ટોરમાંથી જાતે પેરાસીટામોલ લઈને લાવ ટ્રાય કરી લઈએ. ✍️
તાવનો ત્રીજો દિવસ
આર.ટી.પી.સી.આર. ટેસ્ટની શું જરુર છે?સીધો એચ.આર.સી.ટી.સ્કેન જ કરાવી લઈએ,બધી ખબર પડી જશે.
તાવનો ચોથો દિવસ
હજુયે સાલો તાવ તો આવે જ છે.બ્લડ ટેસ્ટ કરાવી લઈએ. એમાં ડૉક્ટરને શું બતાવવાનું હોય! એ પણ ટેસ્ટ કરાવવાનું જ કહેશે.નાહકની ફી આપવીને!( કોરોનામાં ઘણીવાર ટાઈફોઈડનો ટેસ્ટ ફૉલ્સ પોઝીટીવ આવે)
તાવનો પાંચમો દિવસ
જો હું નહોતો કહેતો,એ ટાઈફોઈડ જ છે.થોડા દિવસ એન્ટીબાયોટીક લઈશું એટલે સારું થઈ જશે.
તાવનો છઠ્ઠો દિવસ
હજુ તો 24 કલાક જ થયા છે.એન્ટીબાયોટીકની અસર થતાં ટાઈમ તો લાગેને!
તાવનો સાતમો દિવસ
હજુ કંઈ ફર્ક લાગતો નથી.લાવને આપણા ડૉક્ટર મિત્રને ફોન કરી લઉં..એ ક્યારે કામ લાગશે?! લો એ સ્ટુપીડ તો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવાનું કહે છે! એમાં તો રિપોર્ટ આવતાયે સમય લાગશે.????
તાવનો આઠમો દિવસ
સાલું..શ્વાસ લેવામાંયે થોડી તકલીફ લાગે છે.હોસ્પિટલે દોડવું પડશે..કોવિડ રિપોર્ટ પણ નથી????
તાવનો દસમો દિવસ
ઑકસીજન 95થી નીચે ! સવારથી ટ્રાય કરીએ છીએ.ક્યાંય હોસ્પિટલમાં બેડ નથી બોલો! કેવી સરકાર છે?!ખરેટાણે કોઈ સગલુંયે કામ લાગતું નથી!
તાવનો અગિયારમો દિવસ
ઑકસીજન 90% થી નીચે...હાશ..બેડ તો મળી.પણ હોસ્પિટલનું તંત્ર સાવ રેઢિયાળ હો.સારવારથી કંઈ ફેર જ નથી પડતો, બોલો.કેવા ડૉક્ટરો છે?!વેન્ટિલેટર પર લીધા પછી પણ કંઈ સુધારો ન થાય એવું હોય! સરકારી સાધનોમાં જબરું કૌભાંડ જ ચાલે છે.
તાવનો બારમો દિવસ
હે ભગવાન!...આપણે ખુબ દોડયા પણ સારવાર સરખી થઈ જ નહીં.રેમડેસીવીર આપવું જોઈતું હતું પણ એ પણ ન આપ્યું હોય, સ્ટાફે કયાંક બારે વહેંચી નાખ્યું હશે.બધાં ચોરના..બાકી કોરોના તો શું કેન્સરમાંયે એમનો વાળ વાંકો નહોતો થયો..
વ્હાલા નાગરિકો મોટાભાગે દરેક લોકો આ ઉપર વર્ણન કરેલી માનસિકતાનો શિકાર બનતા હોય છે.કોરોનાના નિદાન અને સારવાર શરુ કરવામાં આપણે મહત્વનો સમય ગુમાવી દઈએ છીએ.
આ પાનડેમિક દરમિયાન કોઈપણ તાવ ને - જ્યાં સુધી તમારા ડૉક્ટર નિદાન કરી અન્ય તાવ છે એમ ન કહે ત્યાંસુધી - કોરોના જ ગણવો અને જાતે કુટુંબના અન્ય સભ્યોથી આઈસોલેટ થઈ જવું. જાતે ટેસ્ટ કે દવાઓ ન કરવી.તમારા ફેમિલી ફિજીશ્યનને કન્સલ્ટ કરી વહેલાસર નિદાન અને સારવાર શરુ કરવી.અફવાઓ અને ઉંટવૈદાથી બચવું.
20-Aug-2024