કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને દાળ અને તેલિબિયાના ઉચ્ચ ઉપજવાળા બીજનું વિતરણથી જોડાયેલ એક મિની કિટ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ મિની કિટ રાષ્ટ્રીય બીજ નિગમ નૈફેડ અને ગુજરાત રાજ્ય બીજ નિગમ જેવી રાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન દ્વારા તેમના તેને પોષણ કરી રહી છે.એક સત્તાવાર નિવેદનમાં કહેવાયુ છે કે, બિયારણ મિની કિટ કાર્યક્મની શરૂઆત કૃષિ મંત્રી દ્વારા દાળ અને તેલિબિયાની ઉંચ્ચ નિપજવાળા બીજના વિતરણ સાથે થઈ હતી. તોમરે કહ્યુ હતું કે, કેન્દ્ર રાજ્યોના સહયોગથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત દાળ અને તેલિબિયાનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે અલગ અલગ પ્રવૃતિઓ શરૂ કરી છે.15 જૂન, 2021 સુધી ચાલુ રહેશે વિતરણ
આ કાર્યક્મ અંતર્ગત બિયારણનું વિતરણ 15 જૂન, 2021 સુધી ચાલુ રહેશે જેથી ખેડૂતોને ખરીફ પાકના વાવેતર પહેલા બિયારણ મળી રહે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત ગાળની કુલ 20,27,318 કિટ, સોયાબિનની આઠ લાખથી વધારે મિની કિટ અને મગફળીની 74,000 મિની કિટ ફ્રીમાં આપવામાં આવશે.
કૃષિમંત્રાલયના જણાવ્યા અનુસાર 2014-15થી દાળ અને તેલિબિયાનું ઉત્પાદન વધારવા માટે નવેસરથી ભાર આપવામાં આવી રહ્યો છે. તેલિબિયાનું ઉત્પાદન 2014-15માં 2.751 કરોડ ટનથી વધીને 2020-21માં 3.657 કરોડ ટન થઈ ગયુ છે. આવી જ રીતે દાળનું ઉત્પાદન આ સમયમાં 1.715 કરોડ ટનથી વધીને 2.556 કરોડ ટન થઈ ગયુ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024