કિસાન ક્રેડીટ કાર્ડની જેમ વેપારી ક્રેડીટ કાર્ડ આપવાનો નિર્ણય, ભારતના અર્થતંત્રને વેગ આપશે આ નવું કાર્ડ
31-May-2022
કિસાન ક્રેડીટ કાર્ડ પછી હવે વેપાર ક્રેડીટ કાર્ડ આવી રહ્યું છે. જે નાના વેપારીઓ કે ગલ્લા વાળાઓને તાત્કાલીક પૈસાની જરૂરીયાત વેપાર ક્રેડીટ કાર્ડ વાળા પુરી કરી શકશે એમ મનાય છે. નાના વેપારીઓ, કારખાનેદારો, ખુમચા ચલાવનારાઓ, ગલ્લાવાળાઓ વગેરેની સંખ્યા ભારતમાં છ કરોડ કરતાં વધુ છે. આ લોકોની ભારતના અર્થતંત્રમાં ભલે કિંમત ના અંકાતી હોય પરંતુ હકીકત એ છે કે તે લોકો અર્થતંત્રના કરોડરજ્જુ સમાન છે.ભારતની સત્તાવાર ફાયનાન્સ સિસ્ટમો એટલેકે બેંક વગેરેએ નાના વેપારીઓને આસાનીથી લોન આપી શકી નથી. આવી બેંકોને વિજય માલ્યા જેવા આર્થિક ડિજીટલ ઇકો સિસ્ટમ ઉભી કરી ને કઇ પાર્ટીમાં બિઝનેસ કરવાની ખરી ઘગશ છે તે જોવામાં આવશે. જીએસટી કાઉન્સીલ પણ તેમાં જોડાશેકૌભાંડીએ ૮લાખ કરોડનો ચૂનો લગાવીને ભાગી ગયા છે. જો આ કરોડો રૂપિયા નાના વેપારીઓને ચૂકવાયા હોત તો તે વધુ સારો બિઝનેસ કરી શકત, તેમના વ્યાજના ચક્કરમાંથી છુટી શકત અને બેંકોને સમયસરનો હપ્તો પણ ચૂકવત. પરંતુ જે વસ્તુ કોમન મેનને ખબર પડતી હોય છે તે દેશના નાણાપ્રઘાનને ખબર નથી પડતી તે ૭૫ વર્ષમાં જોવા મળ્યું છે. પરંતુ હવે નાણા મંત્રાલય જાગ્યું છે અને ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન નાના વેપારીઓ એટલેકે માઇક્રો,સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીઝ (MSME)ને આર્થિક સહાય કરીને ટટ્ટાર ઉભા રાખવાનો પ્રયાસના એક ભાગ રૂપે કિસાન ક્રેડીટ કાર્ડની જેમ વેપારી ક્રેડીટ કાર્ડ આપવાનો નિર્ણય લેવાઇ રહ્યો છે.બેંકો ક્રેડીટ કાર્ડ આપીને લોકોને લૂંટે છે પરંતુ સરકાર જે ક્રેડીટ કાર્ડ આપશે તેમાં દંડ વિનાનું ઓછું વ્યાજ અને વ્યાજ વિનાની રોકડ ઉપાડ પણ હશે એમ મનાય છે.સરકારી આંકડા કહે છે કે ૪૦ ટકા જેવા નાન ઉધ્યોગો કે દુકાનવાળાઓ સરકારી બેંકો કે સરકારી એજંસીઓ પાસેથી સસ્તાદરે લોન લઇને ઘંઘો કરે છે. જો કે આ આંકડા પાયા વિનાના છે . હકીકત એ છે કે ૮૦ ટકા નાના વેપારીઓ પોતાના પૈસાની જરૂરીયાત માટે પ્રાઇવેટ ઘીરઘાર કરનારા પાસે જાય છે અને વધુ વ્યાજ તેમજ ગૌરવ ગુમાવે છે. આવા પ્રાઇવેટ ધીરનારા કોઇ ડોક્યુમેન્ટ નથી માંગતા. માત્ર કોરા ચેક સામે અને કોઇ ગેરંટર વચ્ચે રાખીને પૈસા ઘીરે છે. વચ્ચે રહેનારા તેમનો સાગ્રીતજ હોય છે. બેંકોએ શરૂ કરેલી ક્રેડીટ કાર્ડ સિસ્ટમ મધ્યમ વર્ગને વ્યાજના ચક્કરમાં ફસાવી રહી છે. ખાનગી ધીરનારા કરતાં પણ બેંકો વધુ વ્યાજ લે છે. લેટ પેમેન્ટ ફી અને જો કેશ ઉપાડવામાં આવે તો ફાયનાન્સ ચાર્જ સહીતના ચાર્જ વગેરે લેનારની કમર તોડી નાખે છે.સરકારે નાના વેપારીઓને રાહત આપે એવા પગલાં લેવામાં બહુ મોડું કરી નાખ્યું છે પરંતુ હવે સરકાર વેપારી ક્રેડીટ કાર્ડ આપીને ઉત્તમ પગલું ભરી રહી છે.દેશના ફાયનાન્સ પરની સ્ટેન્ડીંગ કમિટી નાના વેપારીઓ માટે એક બહુ ઉપયોગી રોડમેપ તૈયાર કર્યો છે. આ માઇર્ચે અને નાના વેપારીઓ ૧૧૦ મિલીયન લોકોને જોબ આપે છે. કૃષિક્ષેત્ર પછી નાના ઉધ્યોગોને સાંકળતું એમએસએમઇ સેક્ટર જોબ આપી રહ્યું છે. જ્યારે કોર્પોરેટ ક્ષેત્ર ૬૦ થી ૭૦ મિલીયન લોકોને જોબ આપે છે.નાના દુકાનદારો કે ઉદ્યોગોને ધંધા માટે ભંડોળ મેળવવું બહુ મુશ્કેલ બને છે. વેપાર કરવાની તેની અડઘી શક્તિ તો આર્થિક સવલતો ઉભી કરવામાંજ ખર્ચાઇ જાય છે. લાખો લોકો નવો વ્યવસાય કરવા તેમાં ઝુકાવે છે મોટા પાયે સેટઅપ ઉભા કરે છે. આવા હજારો લોકોને ગમે ત્યારે પાટીયા પાડી દેવા પડે છે જેની પાછળનું મુખ્ય કારણ પૈસા હોય છે.એટલેજ આપણે ત્યાં કહે છે કે પૈસો પૈસાને ખેંચે. મધ્યમ વર્ગ જ્યારે કોઇ નાનો ઘંઘો કરવા વિચારે ત્યારે તેની નજર સામે પૈસો ક્યાંથી લાવવો તે આવે છે. MSME સેક્ટર વર્ષોથી ચાલે છે. બેંકોએ મોટા અને આર્થિક રીતે સંપન્ન હોય એવા લોકો અને જામીન આપી શકે એવા લોકો સાથે વહિવટ કરતી આવી છે અને નાના ઉધ્યોગો અને દુકાનદારો તરફ દુર્લક્ષ સેવ્યું હતું.વેપાર કાર્ડનો વહિવટ પણ જો બેંકોને સોપવામાં આવશે તો નાના દુકાનદારોને તેના લાભથી વંચિત રહી જશે તે નક્કી છે. વેપાર કાર્ડ લાવવાની વાત હજુ દરખાસ્ત લેવલે છે. પરંતુ સરકાર તે લાવવા જઇ રહી છે તે હકીકત છે. જેની પાછળનું મુખ્ય કારણ નાના વેપારીઓને આર્થિક રીતે સધ્ધર કરવાનો છે. સરકાર આખી વેપાર સિસ્ટમના આર્થિક તંત્રને ડિજીટાઇઝ કરવા માંગે છે. ત્યારબાદ નાના ગલ્લાવાળાઓને પણ જીએસટી હેઠળ લાવી દેવામાં આવશે.દેશમાં આર્થિક સ્તરે ડિજીટલ ઇકો સિસ્ટમ ઉભી કરવાનો પ્લાન હોય એમ જણાઇ રહ્યું છે. પરંતુ નાના વેપારીઓને લાભની વાત એ છે કે તે જે ટર્ન ઓવર બતાવશે અને તેને રોજ કેટલા પૈસાની જરૂર પડશે તે જોઇને તેની ક્રેડીટ નક્કી કરાશે. તેના ચાર પાંચ ડીલીંગ નિયમિત હશે તો તેની ક્રેડીટ વધારાશે.વેપાર ક્રેડીટ કાર્ડ માટે પ૨ Udyam portal ૫૨ ૨જીસ્ટ્રેશન કરાવવું પડશે. આમ તમામ નાના વ્યવાયોને એક પોર્ટલ પર લાવવામાં આવશે. આખી આર્થિક ડિજીટલ ઇકો સિસ્ટમ ઉભી કરી ને કઇ પાર્ટીમાં બિઝનેસ કરવાની ખરી ઘગશ છે તે જોવામાં આવશે. જીએસટી કાઉન્સીલ પણ તેમાં જોડાશે. નાના વેપારીઓને આજે પણ સરકારની કેટલીક એજંસીઓ મારફતે લોન મળે છે પરંતુ લોન આપનારા સરકારી અધિકારીઓ કે બેંકો તેમના પર કોઇ ઉપકાર કરતા હોય એવું વલણ રાખતા જોવા મળે છે. બીન જરૂરી ડોક્યુમેન્ટો વગેરે મંગાવ્યા કરીને ધક્કા ખવડાવવાની સરકારી બેંકોને આદત પડી ગઇ હોય છે.લોકો શા માટે પ્રાઇવેટ ઘીરઘાર કરનારા કે શરાફ પાસે જાય છે તે જોવાની સરકારે ક્યારેય તસ્દી લીઘી નથી. નાના વેપારીઓની પૈસાની તાત્કાલીક જરૂરીયાતને બેંકો કે સરકારની કોઇ સિસ્ટમ પુરી કરી શકતી નથી. આ જોઇને જ બેંકોએ ક્રેડીટ કાર્ડ મારફતે લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે. આ લૂંટ જોઇને ક્રેડીટ કાર્ડ શબ્દજ શંકાશીલ બની ગયો છે. જોકે હવે કિસાન ક્રેડીટ કાર્ડમાં મળેલી સફળતા બાદ સરકાર વેપાર ક્રેડીટ કાર્ડ તરફ વળી રહી છે.સરકાર માને છે કે નાના ઉધ્યોગો અને વેપારીઓ વિકસશે તો રોજગારી વધશે અને ભારતના બિઝનેસની કરોડરજ્જુ વધુ મજબૂત બનશે.નાના વેપારીઓની આજની આર્થિક સ્થિતિ પર નજરકોઇ પણ શહેર કે ગામડામાં નાનો વેપારી સતત આર્થિક સંકડામણમાંથી પસાર થતો જોવા મળે છે. સવારે ઉઠીને તે બેંક બેલેન્સ એડજેસ્ટ કરવા દોડધામ કરતો દેખાય છે. જેની સાથે પૈસાની લેવડ દેવડના સંબંધો હોય છે તેની પાસેથી કે અન્ય પ્રાઇવેટ ઘીરઘાર કરનારાઓ પાસેથી તે પૈસા લે છે અને તે દિવસનું બેંક બેલેન્સ સાચવી લે છે. તેના આવા તમામ ડિલીંગમાં તેને વત્તું ઓછું વ્યાજ ચૂકવવું પડે છે. બેંક પતાવ્યા પછી તે ફટોફટ જમી લે છે. બપોરે બિઝનેસમાં માંડ ધ્યાન પરોવે છે ત્યાં આવતી કાલના ફાયનાન્સની ચિતામાં સરી પડે છે. ખાનગી ફાયનાન્સ કંપનીઓ કે ખાનગી સ્તરે ઘીરઘાર કરનારાઓ નાના વેપારી લોકોને તગડા વ્યાજે પૈસા આપે છે અને પછી તેને વ્યાજ પર વ્યાજના ચક્કરમાં ફસાવી દે છે.મકાન સામે કે ઘરેણા સામે પૈસા આપનારાઓની નજર બધું પડાવી લેવાની હોય છે. કાલે પૈસા કમાઇશું તો ચૂકવી દઇશું એવી આશાએ લોકો વ્યાજના ચક્કરમાં ફસાઇ જાય છે. આવા લોકો હાર્યો જુગારી બમણું રમે જેવી સ્થિતિ થઇ જાય છે. અંતે આબરૂ જવાનો વખત આવી જાય છે.આવા લોકોને સમયસરની આર્થિક સહાય મળી જાય તો વ્યાજના ચક્કરમાંથી બચી જાય અને વેપાર માટે પુરતો સમય આપી શકે. પરંતુ તેની સમયસર પૈસા નહીં ચૂકવી શકવાની સ્થિતિના કારણે તેના પર ભરોસો કરવા કોઇ તૈયાર નથી હોતું.
20-Aug-2024