ફેસબુક બન્યું મેટા : લોકો હવે સામે દેખાશે, ફેસબુક પહેલા પણ બદલી ચૂક્યું છે નામ, Meta નામ સૂચવનાર કર્મચારી ભારતીય
29-Oct-2021
મુંબઈ: ઋષિમુનિઓના જમાનામાં કહેવાય છે કે ભગવાન જ્યારે દર્શન આપતા ત્યારે સામે પ્રગટ થઈ સાક્ષાત દેખાતા આ ટેકનોલોજી facebook લાવવા જઈ રહ્યું છે. જેમાં એક વ્યક્તિની સામે બીજો વ્યક્તિ સાક્ષાત દેખાશે હકીકતમાં તે જગ્યા ઉપરથી હશે નહીં પરંતુ તેનું પ્રતિબિંબ દેખાતું હશે.
દિગ્ગજ સોશ્યલ મીડિયા (Social Media Company) પ્લેટફોર્મ ફેસબુકે (Facebook) હવે કંપનીના નવા નામ (New Name)ની જાહેરાત કરી છે. હવેથી કંપની ‘મેટા’(Meta) નામથી ઓળખાશે. ઘણા દિવસોથી રીપોર્ટ્સ આવી રહ્યા હતા કે ફેસબુક એક નવા નામ સાથે રિબ્રાંડ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ફેસબુક મેટાવર્સ (Facebook Metaverse) બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે મૂળ રૂપે એક ઓનલાઇન દુનિયા છે, જ્યાં લોકો વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ (Virtual Environment)માં ટ્રાન્સફર કરવા અને વાતચીત કરવા માટે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી શકશે. કંપનીએ આ ઉદ્દેશ્યને પૂરો કરવા વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં મોટું રોકાણ કર્યુ છે.
ફેસબુક ફર્સ્ટથી મેટાવર્સ ફર્સ્ટ
કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગે ગુરૂવારે એક કાર્યક્રમ યોજીને જાહેરાત કરતા જણાવ્યું કે, “કંપની હવે માત્ર એક સોશિયલ મીડિયા કંપનીથી આગળ વધીને મેટાવર્સ કંપની બનશે અને એમ્બોઇડેડ એન્ટરને પર કામ કરશે. જેમાં રીયલ અને વર્ચ્યુઅલ દુનિયાનો સંગમ પહેલા કરતા પણ અનેક ગણો વધુ હશે. આ પગલું તે તથ્ય પર ભાર મૂકવા માટે છે કે કંપની ભવિષ્યમાં મેટાવર્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. હવેથી અને ફર્સ્ટ મેટાવર્સ બનશું, ફર્સ્ટ ફેસબુક નહીં.”
નવી હોલ્ડિંગ કંપની મેટા ફેસબુક, તેની સૌથી મોટી પેટાકંપની, તેમજ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને વર્ચ્યુઅલ રિયાલિટી બ્રાન્ડ ઓક્યુલસ જેવી એપ્સનો સમાવેશ કરશે. ફેસબુકે 2021માં મેટાવર્સ પ્રોજેક્ટમાં $10 બિલિયનનું રોકાણ કર્યું હતું. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ કમાણીના અહવાલમાં કંપનીએ જાહેરાત કરી હતી કે તેનો વર્ચ્યુઅલ રિયાલિટી સેગમેન્ટ એટલો મોટો થઇ ચૂક્યો છે કે, તેઓ હવે તેના ઉત્પાદનોને બે શ્રેણીઓમાં વિભાજિત કરી શકે છે. નામ બદવાની સાથે કંપનીમાં રોજગારના પણ અવસરો વધશે. કંપનીએ જાહેરાત કરી હતી કે મેટાવર્સ માટે તેમણે હજારો લોકોની જરૂરિયાત છે. હાલ કંપની 10 હજાર લોકોને રોજગાર આપવાની તૈયારીમાં છે.
શું છે મેટા કોન્સેપ્ટ?
કોમ્પ્યુટરની દુનિયામાં મેટાવર્સનો ખ્યાલ 1960ના દાયકા જૂનો છે. આ એક તકનીકી ભવિષ્ય છે જ્યાં લોકો વર્ચ્યુઅલ અવતાર બનાવી શકશે, વર્ચ્યુઅલ સ્પેસમાં વાતચીત કરી શકશે અને વર્ચ્યુઅલ સ્પેસમાં વાણિજ્ય અને ટ્રાન્જેક્શન પણ કરી શકશે. ઝુકરબર્ગના જણાવ્યા અનુસાર આ એક વર્ચ્યુઅલ વિશ્વ હશે જ્યાં લોકો પરસ્પર મળી શકશે, કામ કરી શકશે અને રમી શકશે. તેના માટે તેમના વર્ચ્યુઇલ રિયાલિટી હેડ્સેટ્સ, ઓગ્મેન્ટેડ રિયાલિટી ગ્લાસિસ, સ્માર્ટફોન એપ્સ અને અન્ય ડિવાઇસની જરૂર પડશે.
20-Aug-2024