અરવલ્લીના મેઘરજમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ધીરુભાઈ અંબાણીના જન્મ દિવસ નિમિતે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો
28-Dec-2021
અરવલ્લી: અરવલ્લીના મેઘરજમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ધીરુભાઈ અંબાણીના જન્મ દિવસ નિમિતે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો હતો.અરવલ્લી જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી ગ્રામવિકાસની સાથે સાથે ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ તે ઉદેશ્યથી દર વર્ષ ની જેમ 28 ડિસેમ્બર ધીરુભાઈ અંબાનીના જન્મ દિવસ નિમિતે આ સાલે પણ મેઘરજ ખાતે ખેડૂત સંમેલન કાર્યક્રમનું આયોજન હાથ કરવામાં આવ્યું હતું
પ્રસ્તુત કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રના મેઘરજ તાલુકાના ગામો સાથે પી.સી.એન સ્કૂલ મેઘરજ ખાતે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો,જેમાં મેઘરજ તાલુકાના 325 ખેડૂત મિત્રો સહભાગી થઇ ખેતી વિષયક માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં મેઘરજ મામલતદારશ્રી ચૌહાણ સાહેબના અધ્યક્ષ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો,જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતો મિત્રો ઉત્સાહ પૂર્વક સહભાગી થઈ, સમગ્ર કાર્યક્રમને ઉત્સવમાં ફેરવામાં આવ્યો હતો,કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્ષેત્રના ગામોમાંના શ્રેષ્ઠ સક્રિય ખેડૂત આગેવાનોની કામગીરીને બિરદાવવામાં આવી પ્રોત્સાહિત એવોર્ડ આપવામાં આવ્યા હતા.ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થયેલ કૃષિ પોલિટિક કોલેજના આચાર્ય ડો જે.આર.પટેલ સાહેબ દ્વારા ખેડૂતો ને ઓર્ગેનીક ખેતીની સાથે સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સુધારેલ જાતનાબિયારણ ,કે.વી.કે.ના વિવિધ નિદર્શનો તથા ઓર્ગેનીક ખેતીનો વ્યાપ વધે તે અંગે ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો,કાર્યક્રમના અધ્યક્ષ સાથે સહભાગી થઈ મેઘરજ મામલતદારશ્રી ચૌહાણ સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ આપવા સરકારી વિભાગોના માર્ગદર્શન થકી આગળ વધો તેવી હાકલ કરી હતી..
પ્રસ્તુત કાર્યક્રમમાં સખી મંડળની બહેનો દ્વારા શાકભાજી પીસલ સખી મંડળની બહેનો સ્વ ઉત્પાદિત અગરબત્તીનો સ્ટોલ સ્ટોલ મૂકીને અન્ય બહેનોને પ્રેરણા પુરી પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.
કાર્યક્રમમાં ઇફકોના પ્રતિનિધિશ્રી કિશનસિંહ પરમાર દ્વારા યુરિયાની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નેનો યુરિયાનું મહત્વ અંગે સમજ ઉભી કરવામાં આવી હતી ઉપરોક્ત કાર્યક્રમમાં ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના ચેરમેન દ્વારા ગિરિમાળાની કામગીરી અંગે માહિતગાર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024