- 4 વર્ષ વિતવા છતાં 6000 ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ હોવાની ખેડૂતોમાં બૂમ
- રિ - સર્વે દરમિયાન ખેડૂતોના નકશા અને સર્વે નંબર બદલાઇ અન્યના નામે થયાનો આક્ષેપ
અરવલ્લીમાં જમીન રિ - સર્વે દરમિયાન 22 હજાર કરતાં વધુ ખેડૂતોએ વાંધા અરજીઓ રજૂ કરી હતી . જોકે 4 વર્ષ વિતવા છતાં રિ - સર્વે કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે . ભિલોડાના ખેરંચાના અને મોડાસાના વજાપુરની સીમમાં જમીન ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે જિલ્લાની ડી.એલ.આર કચેરીમાં વાંધા અરજી આપવા છતાં જમીન રિ - સર્વેમાં થયેલી ક્ષતિમાં સુધારો નકશા અને સાત બારના ઉતારામાં સુધારા ન થતાં ખેડૂતો સરકારી લાભોથી તેમજ સહકારી બેંક અને રાષ્ટ્રીયકૃત બેંકો અને સેવા સહકારી મંડળીમાંથી મળતા કેસીસીના લાભો પણ બંધ થઇ જતાં ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે . જિલ્લાના ડીએલઆર વિભાગ દ્વારા જમીનની સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને 15 હજાર કરતાં વધુ વાંધા અરજીઓનો નિકાલ કરાયો હતો . ખેડૂતોના જમીનોના મોટાભાગના પડતર પ્રશ્નો નો સ્થળ ઉપર જઈને નિકાલ કરવા સરકારના આદેશ અનુસાર જિલ્લામાં અભિયાન હાથ ધરાયુ હતું . ત્યારબાદ મોડાસા માલપુર અને ભિલોડા તેમજ મેઘરજ તાલુકાના ખેડૂતોની જમીનોમાં રિ - સર્વેની કામગીરી દરમિયાન સર્વે નંબરમાં ઉલટસૂલટ થયેલા નંબર તેમજ ખેડૂતોને જમીનના મૂળ સર્વે નંબરની જગ્યાના બદલે આ સર્વે નંબર કાકાના અથવા ભાઇના નામે થઈ જતાં ખેડૂતો જિલ્લામાં ડીએલઆર કચેરીમાં રજૂઆત કરી હતી . ખેરંચા અને વજાપુરની સીમમાં જમીન ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે વર્ષ 2016 તેમજ વર્ષ 2017 માં અને 2018-19માં પણ ખેડૂતોએ જમીન દફતર સુધારણા માટે લેખિતમાં રજૂઆત કરી હતી . પરંતુ પડતર અરજીઓ નિકાલ ન થતાં ખેડૂતોને જમીનનો નકશામાંથી અને ગામની સીમમાંથી ખોવાઈ જતા ખેડૂતો માટે આફત ઊભી થઈ હોવાની બૂમ ઉઠી છે . ખેડૂતોને જમીનના દસ્તાવેજો અનુસાર ન મળતાં સરકારી લાભો અને સહાય મળવાની બંધ થઈ જતાં પોતાની છતી જમીને ખેડૂતોને રઝળપાટ કરવી પડી રહી છે .
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024