ખાધ પદાર્થો સાથે સંકળાયેલા વેપારી મિત્રો માટે FSSAD અંતર્ગત Food Safety Training and Certification ઉપયોગી અને ફાયદાકારક ટ્રેનીંગ લેવા અનુરોધ

27-Apr-2022

ભારત સરકારના ફૂડ એન્ડ સેફટી ડીપાર્ટમેન્ટના ઓર્ડર તા. ૬ ઓક્ટોબર - ૨૦૧૭ મુજબ તથા ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ ના સેકશન ૧૬(૩) એચ. મુજબ ટ્રેનિગ ચાલુ કરવામાં આવેલ છે, જેથી સરકારના આદેશ મુજબ તમામ ખાધ વેપારી જેવા કે, લારી જ્યુસ સેન્ટર, પાણી, ડેરી, કરિયાણા, ખુલ્લા ખાદ્યપદાર્થો વેચનાર, ખાદ્ય સંગ્રાહક, ડેરી-બેકરી, રેસ્ટોરન્ટ અને હોટેલ આ તમામને FSSAI- ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈંડિયાના આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેનિંગ લેવી જરૂરી છે. જેથી તેમણે FSSAIના બધા જ નિયમોની જાણકારી મળે અને તેઓ આ નિયમો ન સરળતાથી પાલન કરી શકે જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. FSSAI જ અને FOSTAC દ્વારા નિયુક્ત કરેલ ટ્રેનીંગ પાર્ટનર (Indian Food Solutlons) ના પ્રતિનિધિ જ્યારે તમારે ત્યાં આવે ત્યારે જરૂરી માહિતી પૂરી પાડીને સંપૂર્ણ સહયોગ આપવો. સરકાર દ્વારા નક્કી કરેલ ટ્રેનિંગ ફી આપીને ફી રસીદ અવશ્ય મેળવી લેવી અને તાલીમ સ્થળે નિયત કરેલા સમયે પહોંચીને આ તાલીમ લેવી કારણ કે સર્ટિફીકેટ મેળવવા માટે તાલીમમાં હાજરી ફરજિયાત છે.

આ તાલીમ લેવાથી અને સરકારના નિયમોનું પાલન કરવાથી તમારો ગ્રાહક પણ સંતોષ અનુભવશે અને જયારે ફૂડ એન્ડ સેફ્ટીના અધિકારીઓ ચેકીંગ માટે તમારી ત્યાં આવે ત્યારે તમે FOSTACના સર્ટીફીકેટ દ્વારા બતાવી શકો છો કે તમે નિયમો ચુસ્ત રીતે પાલન કરો છો. સામાન્ય રીતે નિયમોનુ પાલન કરવું એ તમામ ધંધાર્થીની મહત્વપૂર્ણ જવાબદારી છે અને તેમાં પણ ખાદ્ય પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા ધંધાર્થી માટે તો ખુબ જ આવશ્યક છે. આ અંગેની વધુ માહિતી ખોરાક અને ઔષધીય વિભાગ ખાતેથી મળશે. Food Safay Training and Certification ઉપયોગી અને ફાયદાકારક છે. તો ટ્રેનીંગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Author : Gujaratenews