કેનેડાએ ચાર લાખથી વધુ લોકોને નાગરિકત્વ આપ્યું

25-Dec-2021

2021માં નાગરિકત્વ આપવામાં કેનેડાનો રેકોર્ડ 

આગામી વર્ષે કેનેડા 4,11,000ને નાગરિકતા આપે તેવી શક્યતા

ટોરોન્ટો : કેનેડાએ 2021માં રેકોર્ડ સર્જતા ચાર લાખથી વધુ લોકોને નાગરિકત્વ આપ્યું છે. તેણે કુલ 4,01,000 વિદેશીઓને કાયમી નાગરિકત્વ આપ્યું છે. તેમા દેશમાં વસાહતી તરીકે વસતા લોકોનો પણ સમાવેશ થાય છે, એમ ઇમિગ્રેશન મિનિસ્ટર સીમ ફ્રેસરે જણાવ્યું હતું. 

કેનેડા તેની વૃદ્ધ થઈ રહેલી વસ્તી સામે આૃર્થતંત્રને વૃદ્ધિ કરવા ઇમિગ્રેશન પર આધારિત છે. 2020માં કોરોનાના લીધે તેણે વર્તમાન વર્ષ કરતાં 45 ટકા ઓછા 1,85,000ને જ નાગરિકત્વ આપ્યું હતું. કેનેડાએ તેની સદીમાં પહેલી વખત આટલા વિદેશીઓને એક જ વર્ષમાં નાગરિકત્વ આપ્યું છે. તેઓ આમ પણ કેનેડામાં ટેમ્પરરી સ્ટેટસ ધરાવતા જ હતા.

ફ્રેસરે જણાવ્યું હતું કે અમે ગયા વર્ષે જ ચાર લાખને નાગરિકતા આપવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક સેટ કર્યો હતો, જે હાંસલ કરવામાં સફળ રહ્યા છીએ. જસ્ટિન ટ્રેડેયુની સરકાર 2015માં સત્તા પર આવી ત્યારથી કેનેડિયન આૃર્થતંત્રને વેગ આપવા દેશની 3.8 કરોડની વસ્તીમાં દર વર્ષે એક ટકા વિદેશીઓને નાગરિકત્વ આપવાનું આયોજન ધરાવે છે. આગામી વર્ષે કેનેડા 4,11,000ને નાગરિકતા આપી શકે છે.

Author : Gujaratenews