બાળકોના ઓનલાઈન યૌન શોષણ મામલે સીબીઆઈ એક્શનમાં આવી છે. આ પ્રકારની સામગ્રી મામલે ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૬થી વધારે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
સીબીઆઈએ કોડ નેમ’ઓપરેશન મેઘદૂત’ અતંર્ગત આ કાર્યવાહી હાથ ધરી
સીબીઆઈએ સિંગાપોર અને ન્યૂઝીલેન્ડના ઈન્ટરપોલ એકમ દ્વારા જે ઈનપુટ્સ શે૨ ક૨વામાં આવેલા તેના આધાર પર આ પ્રકારે દરોડા પાડયા છે. સીબીઆઈના કહેવા પ્રમાણે એવી અનેક ગેંગ્સની ઓળખ મેળવવામાં આવી છે જે ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફી સંબંધીત સામગ્રીનો વેપાર કરવાની સાથે જ બાળકોને ફિઝિકલી પણ બ્લેકમેઈલ કરે છે.
આ ગેંગ બે પ્રકારે કામગીરી કરતી હોય છે. એક તો ટોળકી બનાવીને અને બીજું વ્યક્તિગત રીતે. ગત વર્ષે પણ આ પ્રકારની ગતિવિધિઓ સામે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેને 'ઓપરેશન કાર્બન’ એવું નામ આપવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે પણ ભારતમાં સોશિયલ મીડિયા સાઈટ્સ પર અપલોડ કરવામાં આવતા ચાઈલ્ડ પોનોગ્રાફીના વીડિયો કન્ટેન્ટ મામલે ચિંતા વ્યક્ત કરેલી છે.
સુપ્રીમ કોર્ટે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સોશિયલ મીડિયા કંપનીઓને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને રેપના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા અટકાવવા માટે કયા પગલાં ભરવામાં આવ્યા છે તેવો સવાલ કર્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ફેસબુક, ટ્વિટર સહિતની તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓને ૬ સપ્તાહની અંદર નિયંત્રણ અહેવાલ દાખલ કરવા માટે પણ કહ્યું હતું.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં પણ સીબીઆઈએ ચાઈલ્ડ પોનોગ્રાફી સાથે સંકળાયેલા કેસમાં ૧૪ રાજ્યોના ૭૭થી વધારે સ્થળોએ દરોડો પાડ્યો હતો. તેમાં યુપીના જાલૌન, મઉ ઉપરાંત નોએડા અને ગાઝિયાબાદ જેવા મોટા શહેરોને પણ સકંજામાં લેવામાં આવ્યા હતા. તે દરમિયાન સીબીઆઈએ વિભિન્ન શહેરોમાંથી ૭ લોકોની ધરપકડ કરી હતી. ૫૦થી પણ વધારે વ્હોટ્સએપ ગ્રુપ સીબીઆઈની રડારમાં હતા અને તેના દ્વારા ૫,૦૦૦થી પણ વધારે લોકોના નામ સામે આવ્યા હતા જે સોશિયલ મીડિયામાં આ પ્રકારની સામગ્રી શેર કરી રહ્યા હતા. તેના અનુસંધાને જ સીબીઆઈએ તાજેતરમાં દરોડા પાડ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024