રોજીંદા વપરાશની ચીજવસ્તુઓમાં સરેરાશ ૪૦ ટકા જેટલા ભાવ વધી ગયા
મોંઘવારીનો માર : લોકોનો ઘરખર્ચ મહિને ૨૦ હજારથી વધી 40 હજાર થયો!
એક વર્ષમાં મોંઘવારીએ માઝા મુકી છે. રાહત મળવાની આશા ઓછી છે ત્યારે તમામ ચિજવસ્તુઓમાં સરેરાશ ૪૦ ટકા જેટલા ભાવ વધી ગયા છે. ઉપરથી હવે જીએસટીના રેટમાં પણ અમુક જરૂરિયાતની વસ્તુઓમાં ટેક્સનો દર ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા સુધી લઇ જવાની જીએસટી વિભાગની તૈયારી છે ૬૦૦ રૂપિયાનો ઘરેલું વપરાશનો રાંધણગેસનો બાટલો હવે ૯૫૦માં મળે છે. ૭૦ રૂપિયાનું પેટ્રોલ ૧૦૫ સુધી પહોંચી ગયું છે. ૧૪૦૦ રૂપિયાના તેલના ૧૫ લીટરના ડબાના હવે ૨૯૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. દૂધની અડધો લીટરની ૨૪ રૂપિયાની થેલીના ૩૦ અને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી નીચેના ભાવે લગભગ કોઈ લીલા શાકભાજી મળી રહ્યા નથી. ઘઉંના ભાવ પ્રતિ 25 કિલો 750-850 રૂપિયાએ વેચાય રહ્યા છે. ઘઉં, મસાલા વગેરેના ભાવ પણ વધ્યા છે. કોરોના મહામારીના બે વરસના લોકડાઉનના કારણે ધંધા રોજગારને માઠી અસર પડી હોય લોકોની આવકમાં કોઈ વધારો થયો નથી. લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા છે. બીજી તરફ વધતી મોંઘવારીના કારણે મધ્યમવર્ગીય સામાન્ય પરિવાર પર મહિને રૂ.૧૦,૫૦૦નું ભારણ વધી ગયું છે. શાકભાજીના ભાવ વધે ત્યારે ગૃહિણિઓનું બજેટ ખોરવાયું.
ત્યારે ગૃહિણિઓનું બજેટ ખોરવાયું, તેવા સમાચારો જોવા મળતા હતા. પરંતુ હવે તો આખા પરિવારના બજેટ ખોરવાઈ ગયા છે. રોજેરોજનું કમાઈને ખાતા નાના વર્ગના પરિવારો જ નહીં બાંધી આવક મેળવતા ખાનગી કંપનીના કર્મચારીઓ તથા તગડો પગાર મેળવતા હોવાની છાપ ધરાવતા સરકારી કર્મચારીઓ પણ મોંઘવારીના કારમા ઘાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં વસવાટ કરતા સામાન્ય વર્ગના પરિવારોના એકાદ વર્ષ અગાઉના અને અત્યારના ઘરખર્ચના તફાવતનો એક સરેરાશ અભ્યાસ અત્રે રજૂ કર્યો છે.
(નોંધ : આ ખર્ચ ચાર સભ્યોના સામાન્ય પરિવારની સરેરાશ ગણતરી અનુસાર છે. તેમાં સમય, સ્થળ અને સંજોગો અનુસાર ફેરફાર હોઈ શકે છે.) (અન્ય ખર્ચમાં લાઈટબીલ, વાહન ઘસારો, હેર કટીંગ, બ્યુટી પાર્લર, સારા-નરસા પ્રસંગોની ઉજવણી, બુટ ચપ્પલ, કપડા, હર ઓઈલ, સાબુ, શેમ્પુ, ટુથપેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.)
જન જનનો અવાજ
" શહેરમાં રહેવું હોય તો હવે ઘરના બે સભ્યોએ કામ કરવું જ પડશે. રાજુભાઈ બોદર્યા (ધંધાર્થી, સુરત)
" સરકારી નોકરીયાતોને પણ ઘર ચલાવવું અઘરૂ થઈ ગયું છે. - અલ્પેશ મુંજાણી (ધંધાર્થી, સુરત)
" મોજશોખ ન કરો તો પણ ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. મયુર ઝાલાવાડિયા (ધંધાર્થી, સુરત)
" અભ્યાસની સાથે હવે ખિસ્સાખર્ચી માટે જાતે જ કમાવું પડે તેવું છે. - (વિધાર્થી)
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024