સુરતમાં એક અનોખો કરિયાવર : દીકરીને કરિયાવરમાં ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ અપાયો

24-Nov-2021

SURAT: સમાજમાં દીકરીને કરિયાવર કરવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે અને પિતા દ્વારા પોતાની યથા શક્તિ દીકરીને કરિયાવરમાં કંઇક ને કંઇક આપવામાં આવતું હોય છે. ત્યારે આવા જ એક લગ્ન અમરેલી જિલ્લાના ચારણ સમઢીયાળા નામ વતની અને  સુરત નનસાડ (કામરેજ) રોડ સ્વપ્ન વિલા રેસિડેન્સીમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા પાટીદાર સમાજમાં કનુભાઈ હીરાણીના યોજાયા છે. તેમની સુપુત્રી પ્રિયંકાનાં શુભ લગ્ન અંકિત સાથે સુરત કરવાંમાં આવ્યા હતા.

જેમાં કનુભાઈએ કંઇક નવી જ પહેલ કરવાનું વિચાર્યું અને Renewable Energyને પ્રોત્સાહન આપવા સોલાર રુફ્ટોપ પ્લાન્ટ કરિયાવરનાં ભાગ રૂપે આપવાનું વિચાર્યું, જેથી Leeji Solar Energyના સહિયારા પ્રયાસથી 3.3 KWનો સોલાર રુફ્ટોપ પ્લાન્ટ કરિયાવરનાં ભાગ રૂપે આપવામાં આવ્યો.

જેથી દીકરી નાં ઘર માં કાયમ ને માટે આજીવન મુફ્ત વીજળી મળી રહે અને જેનાથી વાર્ષિક 40000/- જેટલો બચાવ થશે.

આ ઉપરાંત વાર્ષિક 1200 KG CO2 ઉત્સર્જન પણ અટકાવશે અને વાતાવરણનાં પ્રદૂષણને અટકાવવામાં પણ મદદરૂપ થશે.

Author : Gujaratenews