આ રાજ્યમાં MLA-MPના બાળકો માટે અનામત બંધ, ક્રિમી લેયર પણ ઘટાડવાનો નિર્ણય

23-Nov-2021

હરિયાણમાં MLA-ના બાળકો માટે અનામત બંધ 

રાજકીય વર્ગ ધરાવતા લોકોના બાળકોને અનામત નહી મળે 

નેવી અને એરફોર્સના મેજરના બાળકોને પણ અનામત નહી મળે 

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરની સરકાર દ્વારા ઓબીસી આરક્ષણ માટે હવે નવા નિયમો બનાવામાં આવ્યા છે. જેમા જે પણ લોકોના ધરની આવક વર્ષે 6 લાખ કરતા વધારે છે. તે પરિવારના બાળકોને સરકારી નોકરી તેમજ શિક્ષણ ક્ષેત્રે હવે આરક્ષણ આપવામાં નહી આવે. તે સિવાય રાજકીય વર્ગ ધરાવતા લોકોને પણ ઓબીસી આરક્ષણના ક્રાઈટેરિયામાંથી બહાર રાખવામાં આવ્યા છે. એરફોર્સ અને નૌસેનાના જવાનોને આરક્ષણથી દૂર રખાશે 

આ સિવાય જે વાયુ સેના અને નૌસેનાના જવાનોના પરિવારને પણ હવે આરક્ષણથી દૂર કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સરકાર દ્વારા યોગ્ય સૂચનો પણ આવી દેવામાં આવ્યા છે. 24 ઓગ્સટ 2021ના રોજ સુપ્રીમ કોર્ટે સરકારની ક્રીમીલેયર પર વિરોધ કરીને તેને રદ કર્યો હતો. જોકરે હવે સરાકાર દ્વારા ડેટા કલેકક્ટ કરીને ફરીથી નવેસરથી ક્રીમીલેયર નક્કી કરાશે અને ક્રિમી લેયર ઘટાડવામાં આવશે. 6 લાખથી વધુ જેની આવક હશે તેમને પણ અનામન નહી મળે 

નવા ક્રિમિલેયર પ્રમાણે 6 લાખ કે તેનાથી વધારે આવક ધરાવતા લોકો, જેનું ટર્નઓવર 3 વર્ષમાં 1 કરોડ કરતા વધારે છે તે લોકો રાજકીય વર્ગ ધરવાતા લોકોના પરિવારને આરક્ષણ હવે નહી મળે. તે સિવાય ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર તેમજ બેંક મેનેજર અને તેમની સમકક્ષ આવતા અધિકારીઓના બાળકોને તેમજ નેવી અને એરફોર્સના અધિકારીઓના બાળકોને પણ હવે આરક્ષણનો ફાયદો નહી મળી શકે. 

Author : Gujaratenews