સુરતના એક્વેરિયમમાં હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે, જાણો કઈ ઉંમરે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

22-Dec-2021

સુરત: સુરતના એક્વેરિયમમાં હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે.ગુરુવારે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનરની એક દરખાસ્ત સંદર્ભે નિર્ણય લેવામાં આવશે . પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક  ગોપીતળાવ , સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ફી ઉપર જીએસટી વસુલતી નથી. પરંતુ આગામી દિવસમાં એક્વેરીયમ બાદ સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ઉપર જીએસટી લાગુ કરવામાં આવી શકે છે. 

હાલમાં જગદીશચંદ્ર બોઝ એક્વેરીયમમાં 18 વર્ષથી 65 વર્ષની વ્યકતિઓ માટે પ્રવેશ ફી 100 રૂપિયા , 3 થી 17 વર્ષના બાળકો માટે 40 રૂપિયા , સીનિયર સિટીઝન માટે 60 રૂપિયા વસુલવામાં આવે છે . આ પ્રવેશ ફીમાં 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવે તો ફીના દર અનુક્રમે 118 રૂપિયા , 47 રૂપિયા , અને 70 રૂપિયા થઇ જશે . જ્યારે 18 વર્ષથી 65 વર્ષના વિદેશી નાગરિકો માટે હાલમાં 400 રૂપિયા પ્રવેશ ફી વસુલાઇ છે એમાં વધારો થઇ 472 રૂપિયા , વિદેશી 3 થી 17 વર્ષના બાળકો તથા વિદેશી સીનિયર સિટીઝનના 200 રૂપિયાના 236 રૂપિયા થઇ જશે .

Author : Gujaratenews