ભાવનગરના વાવડીમાં સ્ટ્રોબેરીની ખેતી પણ શરૂ, શરૂઆતમાં 500 છોડ રોપી લાખો કમાશે

22-Jan-2022

ગુજરાતના ખેડૂતો કપાસ અને મગફળી જેવા પાકોની સાથે કંઈને કંઈ કરવા માટે જાણીતા બન્યા છે.વિટામિન-સીથી ભરપૂર સ્ટ્રોબેરી જેવા પાકની ખેતી ગુજરાતમાં પણ શરૂ થઈ ગઈ છે. ઠંડા પ્રદેશોમાં થતા આ ફળની ખેતી ગુજરાતના ભાવનગર જિલ્લાના વાવડી ખાતે ખેડૂત રમેશભાઈ કરી રહ્યા છે. સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને મીઠા ફળ મેળવ્યા છે. આ જાગૃત ખેડૂતે અન્ય ખેડૂતો માટે એક દાખલો બેસાડ્યો છે. આ ખેડૂતે આશરે શરૂઆતમાં 1.5 વીધા જમીન પર સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને સારો પાક મેળવ્યો છે. હવે રમેશભાઈ વધુ 3 વીઘા જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરવા જઈ રહ્યા છે. તેનો પ્રયોગ સફળતા પુર્વક કર્યો હતો. ખેતીમાં કંઈક નવું કરવાની અને ટેકનોલોજીના ઉપયોગ કરી ખેતી કરવામાં રમેશભાઈ માને છે. રમેશભાઈએ આ અગાઉ પણ ડ્રેગન ફ્રુટની ખેતી કરી હતી. ત્યારબાદ સ્ટ્રોબેરીની ખેતીમાં ઝંપલાવ્યું છે. ભાવનગરના જિલ્લામાં સૌ પ્રથમવાર સ્ટ્રોબેરીની ખેતી કરવાનું નવતર સાહસ કરાયું છે. વાવડી ગામે રહેતા રમેશભાઈ ભાયાભાઈ મકવાણાએ સ્ટ્રોબેરીના 500 રોપાઓ તેમની વાડી રોપ્યા છે.

Author : Gujaratenews