સુરત: યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન

20-Dec-2021

સુરત: યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ "Wel Come 2022 શુભારંભ અને ડ્રીમ પ્રોજેક્ટ લોંચીંગ વેળાએ બ્લડ કેમ્પનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ "Well Come 2022" શુભારંભ અને ડ્રીમ પ્રોજેક્ટ "યુવા સંસ્કૃતિ ધામ" લોંચીંગની શુભ શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરીને કરવામાં આવ્યું હતું.જેમાં માત્ર ૫ જ કલાકમાં ૧૦૬ લોહીની બોટલનું દાન યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું. તેમજ યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને મોટીવેશન સ્પીકર  મનીષભાઈ વધાસીયા દ્વારા "Express Your Self” ની ટ્રેનીંગ દ્વારા મોટીવેટ કરવામાં આવ્યા હતા.

Author : Gujaratenews