ગુજરાત સરકાર કોરોના મહામારી બાદ બાળકોના સ્વાસ્થ્યને લઈને સતત ચિંતિત છે, ત્યારે આજથી પાટનગર ગાંધીનગરમાં આજથી ન્યુમોનિયા સામે રક્ષણ આપતી ન્યુમોકોકલ રસી બાળકોને આપવામાં આવશે.
- ગાંધીનગર જિલ્લામાં ન્યુમોકોકલ વેક્સિનના ડોઝ અપાશે
- જિલ્લાના 72 હજાર બાળકોને આજથી વેક્સિન અપાશે
- મમતા દિવસ નિમિત્તે બાળકોને રસી આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, ન્યુમોકોકલ રોગએ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીએ નામના જીવાણુ દ્વારા થાય છે, જે મોટેભાગે પાંચ વર્ષથી નીચેના બાળકોમાં બેક્ટેરિયા ન્યુમોનિયાનું મુખ્ય કારણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીયા છે.
ગાંધીનગરના 72 હજાર બાળકોને અપાશે રસી
ગાંધીનગર જિલ્લામાં આજે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે 72 હજાર બાળકોને આજથી વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત થશે. આ વેક્સિન જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવશે.
શું છે ન્યુમોકોકસ બેક્ટેરિયા?
ન્યુમોકોકસ બેક્ટેરિયા શરીરનાં ઘણાં અંગોને પ્રભાવિત કરવાની સક્ષમ ધરાવે છે. ન્યુમોનિયા સિવાય આ બેક્ટેરિયા મેનિન્જાઇટિસ, બ્લડ ઇન્ફેક્શન કે બેક્ટરેમિયા, સાઇનસાઇટિસ, કાનનું ઇન્ફેક્શન વગેરે જેવી ગંભીર બિમારીઓને નોતરી શકે છે. આ બિમારીની અવગણવાથી બાળકના જીવન સામેપણ ઘણી વખત જોખમ ઊભું થઈ જાય છે. માટે, આ બેક્ટેરિયા સામે બાળકને રક્ષણ પૂરું પાડવા માટે તેને આ રસી આપવી જરૂરી છે.
2010માં 1,05,000 બાળકોના થઈ ચૂક્યા છે મોત
ભારતમાં ન્યુમોકોકલ ન્યુમોનિયાના કારણે 2010માં આશરે 1,05,000 અને 2015માં લગભગ 53,000 પાંચ વર્ષથી નાના બાળકો મૃત્યુ પામ્યા હતાં.
ન્યુમોકોકલ રસી વિશે જાણવા જેવી માહિતી
2021-22ના વર્ષ માટેનું અંદાજપત્ર દેશના આરોગ્ય ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ રહ્યું છે. આ બજેટમાં આપણા દેશમાં આરોગ્ય સેવાઓને બહેતર બનાવવા માટે વિશેષ જોગવાઇઓ કરવામાં આવી છે. સાથે જ, નવજાત શિશુઓ અને બાળકોથી લઇને પુખ્તો અને પાકટ વયની વ્યક્તિઓ માટે આરોગ્ય સેવાઓ સરહેલાઇથી ઉપલબ્ધ હોય, તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બજેટ રજૂ કરવા દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભારત દ્વારા તૈયાર કરવામાં આવતી ન્યુમોકોકલ રસીનો ઉલ્લેખ કર્યો હતો. આ રસી હાલમાં પાંચ રાજ્યોમાં ઉપલબ્ધ છે. ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન (PCV) 2017થી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ) હેઠળ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં તે ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન – આ પાંચ રાજ્યોમાં પ્રાપ્ય છે. જોકે, આ રસી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અને ન્યુમોકોકસ બેક્ટેરિયાને કારણે થતી બિમારીઓ સામે નોંધપાત્ર રક્ષણ પૂરું પાડતી હોવાથી તેને દેશનાં તમામ શહેરોમાં ઉપલબ્ધ બનાવવામાં આવે, તેવી અપેક્ષા છે. આંકડાઓ અનુસાર, ન્યુમોકોકસ બેક્ટેરિયા દર વર્ષે 50,000 બાળકોનો ભોગ લે છે.
હૈદરાબાદની રેઇનબો ચિલ્ડ્રન્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નિયોનેટોલોજિસ્ટ MD MRCPCH (બ્રિટન) ડો. વિજયઆનંદ જમાલપુરી સાથે સંવાદ કરતાં તેમણે અમને જણાવ્યું હતું કે, ન્યુમોનિયા એ ન્યુમોકોકસ બેક્ટેરિયાના કારણે લાગુ પડતી સૌથી સામાન્ય બિમારીઓ પૈકીની એક છે. આથી, ન્યુમોકોકલ રસી અસરકારક છે અને તેની મોટાપાયે ભલામણ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી અન્ય કેટલીક રસીઓની માફક ન્યુમોકોકલની રસી વર્તમાન સમયમાં મફત મળતી નથી. રસી થોડી મોંઘી છે. આ કારણસર જ ઘણાં બાળકો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો કે અંતરિયાળ પ્રદેશોમાં જન્મતાં બાળકો આ રસીથી વંચિત રહી જાય છે. આ રસી શિશુને જન્મ પછીના 6 સપ્તાહે, 14 સપ્તાહે અને 9 મહિને આપવામાં આવે છે. તેનો બૂસ્ટર ડોઝ 12થી 15 મહિનાની વચ્ચે ગમે તે સમયે આપી શકાય છે, તેમ ડો. વિજયઆનંદે જણાવ્યું હતું. વધુ જાણકારી આપતાં તેમણે કહ્યું હતું કે, પચાસ વર્ષ કરતાં મોટી વયની વ્યક્તિઓ તથા જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, તેવી વ્યક્તિઓને પણ આ રસી લેવાની સલાહ આપવામાં આવે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024