ચલણમાંથી 2000 રૂપિયાની નોટ ગાયબ થવાની છે? વ્યવહારમાં સતત ઘટાડાઈ રહ્યું છે દેશનું સૌથી મોટું ચલણ

01-Jun-2021

વર્ષ 2019થી રૂપિયા 2000ની ચલણી નોટોનું છાપવાનું બંધ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2000 રૂપિયાની નવી નોટો વ્યવહારમાં મુકવાની બંધ કરી છે. ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ તો મોટી ચલણી મોટ મોટા વ્યવહારો માટે સરળ સાબિત થતી હોય છે. મોટા વ્યવહારો માટે આ નોટની સંખ્યા ઓછી રહેતી હોવાથી સરળતા રહે છે.આરબીઆઈએ તેના વાર્ષિક અહેવાલ 2021 માં આ વિગતો જણાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે દેશની તમામ મૂલ્યવાળી નોટોના 85.7 ટકા જેટલી રુપિયા 500 અને 2000 રૂપિયાની સૌથી વધુ બે નોટ છે. 

ભારતની સેન્ટ્રલ બેંક દેશની સૌથી રકમની ચલણી નોટની સંખ્યા ઘટાડવા માંગે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૨૦૦૦ રૂપિયાની નવી ચલણી નોટ છાપવાનું બંધ કરવાનું અને નવી નોટ વ્યવહારમાં મુકવાનું બંધ કરવામાં આવ્યું છે. RBI મોટી નોટની સંખ્યા ઘટાડવા જઈ રહી હોવાનું મનાય છે.

2000 ની નોટની છાપકામ પાછળથી 2019 માં બંધ કરી દેવામાં આવી હતી. આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાના પગલા પાછળ સુરક્ષાની ચિંતા ટાંકી હતી.

Author : Gujaratenews