રેલવેમાં મસમોટું કૌભાંડ: રેલનીર નામથી વેચાતી પાણીની બોટલ પર ₹15ની પ્રાઇઝ ટેગ લખેલી હોવા છતાં રૂ.20મા વેચાણ

18-Apr-2022

તસવીર: પ. રેલવેમાં વેચાતી રેલનીર પાણીની બોટલ.

રેલનીર સ્ટીકર ચોંટાડી રેલવેમાં પાણીનો વેપલો

લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા

અમદાવાદ/સુરત: રેલવેમાં મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. રેલનીર નામથી વેચાતી પાણીની બોટલ પર ₹15ની પ્રાઇઝ ટેગ લખેલી હોવા છતાં મુંબઈથી દિલ્હી ઉપરાંત છેક બિહાર સુધી ₹20માં વેચવામાં આવી રહી છે અને લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. હાવડા-અમદાવાદ સુપર ફાસ્ટ ટ્રેન ન. 12834, આસનસોલ, બરૌની ઉપરાંતની ઘણી ઉત્તર-પચિમની ટ્રેનોમાં રેલનીર નામથી બોટલમાં પાણી વેચાય રહ્યું છે. જેમાં રેલ્વે પોલીસની (RPF) પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. આ બોટલમાં રેલનીરનું લેબલ અને પ્રાઇઝ ટેગ મારી વેચવામાં આવી રહ્યું છે. આ રેકેટ મુંબઈ, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ ઉપરાંત પચિમ રેલ્વેની ટ્રેનોમાં મોટા પાયે ચાલી રહ્યું છે. આ અંગે ફેરીયાઓને રેલવેમાં પાણી વેચવાની સત્તા કોણે આપી તે પણ સવાલો છે. રેલનીર નામથી વેચાતું પાણી રેલવેની જવાબદારી હેઠળ આવે છે પરંતુ તેમાં રેલનીર નામના જ સ્ટીકર હેઠળ જ બારોબર વેપલો ચાલી રહ્યો છે. વળી, આ કૌભાંડ રેલવે તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

Author : Gujaratenews