અરવલ્લી જીલ્લા કલેકટર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી જીલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મહેસુલી કામગીરીની સમીક્ષા કરાઈ.
જેમાં જીલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા માન.cm Dashboard ની કામગીરી પરત્વે માર્ગદર્શન અને સમીક્ષા, સરકારશ્રીના ૧૦૦ દિવસના લક્ષ્યાંક અંગેનું માર્ગદર્શન અપાયું.
તેમજ જમીન ફાળવણીના કેસોની સમીક્ષા, લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત અરજીઓના નિકાલની સુચના, સરકારી વિભાગો દ્રારા માંગણી થયેલી જમીનના પ્રકરણોની સમીક્ષા, નાગરિકોની રજુઆતોના ઝડપી ઉકેલ માટે તાકીદ, રેવન્યું ફાઇલ મોનિટરીંગ પરત્વે જિલ્લાની સારી કામગીરી, અન્ન પુરવઠા યોજનાની સમીક્ષા કરાઈ.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મામતલદારશ્રીઓ અન્ય મહેસુલી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025