ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ 2050 સુધીનો રોડમેપ તૈયાર કરાયો, ભારત સોને કી ચીડિયા બનવા તરફ
14-Oct-2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય મિશનને લોન્ચ કર્યું
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરી. તેનાથી ૧૦૦ લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ગતિ મળશે. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ ૨૦૨૧ ના અવસર પર લાલ કિલ્લા પરથી આ પ્લાનની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય મિશનનું લોન્ચિંગ કર્યું હતું. હાલ તે ત્યાં લાગેલા પ્રદર્શનીને જોઇ રહ્યા છે. આ કાર્યક્રમ પ્રગતિ મેદાનમાં થઇ રહ્યું છે.
પીએમ મોદીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સંબોધન કરતાં કહ્યું હતું કે દુર્ગાઅષ્ટમીએ આખા દેશમાં કન્યા પૂજન થઇ રહ્યું છે. આજે દેશની પ્રગતિને શક્તિ આપવાનું શુભકાર્ય થઇ રહ્યું છે. આ ૨૧મી સદીના ભારતના નિર્માણને નવી ઉર્જા આપશે. તેમના માર્ગમાં અડચણોને દૂર કરશે. ભારતના વિકાસને ગતિ આપશે. આગામી ૪-૫ વર્ષમાં દેશમાં ૨૦૦થી વધુ નવા એરપોર્ટ, હેલિપેડ અને વોટર એરડોમ બનવા જઇ રહ્યા છે. દેશના ખેડૂતો, માછીમારોની આવક વધારવા પર કામ ચાલી રહ્યું છે. ક્યાંક પોર્ટ હોય છે તો તેમને કનેક્ટ કરનાર રેલ-રોડ માર્ગ હોતા નથી. તેનાથી લોજિસ્ટિક કોસ્ટ વધી. આ આત્મનિર્ભર ભારતના નિર્માણ અડચણ છે. એક સ્ટડી અનુસાર ભારતમાં લોજિસ્ટિક કોસ્ટ જીડીપીના લગભગ ૧૩ ટકા છે. દુનિયાના મોટા દેશોમાં એવી સ્થિતિ નથી. મોદીએ કહ્યું કે ગત ૭૦ વર્ષોની તુલનામાં ભારત સ્પીડથી કામ કરી રહ્યું છે. પહેલાં નેચરલ ગેસ પાઇપલાઇન ૧૯૮૭ માં કમીશન થઇ હતી. પછી વર્ષ ૨૦૧૪ સુધી ૨૭ વર્ષમાં દેશમાં ૧૫ હજાર કિલોમીટર નેચરલ ગેસ પાઇપલાઇન બની. આજે દેશભરમાં ૧૬ હજાર કિલોમીટરથી વધુ ગેસ પાઇપલાઇન પર કામ ચાલી રહ્યું છે. જેટલું કામ ૨૭ વર્ષોમાં થયું. તેનાથી વધુ કામ આપણે તેના અડધા સમયમાં કરવાના છીએ. કામની ગતિ ભારતની ઓળખ બની રહ્યું છે. ૧ હજાર કિલોમીટર લાંબા નવા મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે. હવે દેશને વિશ્વાસ છે કે ભારત ઝડપથી કામ કરી શકે છે. આકાંક્ષાઓ વધી ગઇ છે. આગામી ૪-૫ વર્ષમાં દેશમાં ૨૦૦ થી વધુ એરપોર્ટ, હેલિપેડ અને વોટર એરડોમ બનવા જઇ રહ્યા છે. દેશના ખેડૂતો, માછીમારોની આવક વધારવા પર કામ ચાલી રહ્યું છે. પીએમ મોદીએ પહેલા પ્રગતિ મેદાનના નવા કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું. તેમાં ચાર હોલ બનીને તૈયાર થઇ ચૂક્યું છે. હોલ એર કંડીશન યુક્ત છે. તેમને આખી દુનિયાને બદલી દેવામાં આવી છે. તેમાં ૪૮૦૦ કાર એકસાથે પાર્કિંગ થઇ શકશે. હાલ કેટલાક અંડરપાસ અને ટનલ બની રહી છે. જેથી બહારના રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરી શકાશે. સરકારી વિભાગો વચ્ચે પરસ્પર તાલમેલનો અભાવ છે. પરસ્પર ખેંચતાણ છે. તેના લીધે જે પ્રોજેક્ટ અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાનો હતો. તે જ નબળો પડી જતો હતો. ઘણા પ્રોજેક્ટ લટકી જતા હતા. હું ૨૦૧૪ માં દિલ્હી નવી જવાબદારી સાથે આવ્યો તો લાખો કરોડોના એવા પ્રોજેક્ટ જોયા તે લટકી પડ્યા હતા. મેં બધી અડચણોને દૂર કરવાનો પ્રયત કર્યો. આપણે જોયું છે કે કચાં રસ્તો બને છે. બન્યા પછી પાણી વિભાગના લોકો પાઇપલાઇન નાખવા માટે તેને ખોદી નાખે છે. ક્યાંક રોડ ડિપાર્ટમેન્ટ ડાયવર્જન બનાવી દે છે, ટ્રાફિક પોલીસ કહે છે કે તેનાથી જામ થઇ રહ્યો છે. એવા ઘણા ઉદાહરણ છે. તેમનો સમન્વય કરવામાં સમસ્યા આવતી હતી. તેનાથી બજેટની પણ બરબાદી થતી હતે. તેનાથી મોટું નુકસાન છે શક્તિ જોડવાના બદલે શક્તિ વિભાજીત થઇ જાય છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024