ઇન્ટરવ્યૂ 15 માર્ચ, 2022
સુરત સ્મિમરમાં આસિ. પ્રોફેસર્સની ભરતી કરાશે
સુરત મ્યુનિ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મિમેર) માં આસિસ્ટન્ટ પ્રોફેસરની 14, પ્રોજેક્ટ ટેકનિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયન કમ ડીઈઓની 1-1એમ મળી કુલ 16 જગ્યા પર ભરતી કરાશે. તે માટે ઇન્ટરવ્યૂ 15 માર્ચે સવારે 10 કલાકે યોજાશે. વધુ માહિતી ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ શકાશે.
પસંદગી પ્રક્રિયાઃ પસંદગી ઇન્ટરવ્યૂના માધ્યમથી થશે. આસિ. પ્રોફેસર્સની ભરતી માટે ઇન્ટરવ્યૂ 15 માર્ચે સુરત મ્યુનિ. કચેરી ખાતે યોજાશે. આ સિવાય લેબ ટેકનિશિયન, ટેકનિકલ ઓફિસર્સની જગ્યા પણ ઇન્ટરવ્યૂના માધ્યમથી છ મહિનાના કોન્ટ્રાક્ટથી ભરાશે.
સેલરી: આસિસ્ટન્ટ પ્રોફેસર્સને પે મેટ્રિક્સ 68,900થી 2,05,500 સુધી સેલરી મળશે. પ્રોજેક્ટ ટેકનિકલ ઓફિસર્સને 32 હજાર અને લેબ ટેકનિશિયનને 18 હજા૨ પ્રતિ મહિને સેલરી મળશે.
નોંધ: ઉમેદવારે તમામ જરૂરી અસલી ડોક્યુમેન્ટ્સ સાથે ઉપસ્થિત રહેવું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024