કુટુંબ નિયોજન માટે ગુજરાતમાં કોન્ડોમનો ઉપયોગ બમણો થયો, લગ્ન પહેલાં સાત્ ટકા મહિલા અને 27 ટકા પુરુષો દ્વારા કોન્ડોમનો ઉપયોગ

13-Dec-2021

-લગ્ન પહેલાં સાત્ ટકા મહિલા અને 27 ટકા પુરુષો દ્વારા કોન્ડોમનો ઉપયોગ

-વર્ષ 2015-16 માં 4.9 ટકા ઉપયોગ

-વર્ષ 2019-20માં તે 11.4 ટકા થયો

 

ભારતમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં નિરોધ (કોન્ડોમ)ના ઉપયોગની વાત એ હંમેશા ર્વિજત વિષય રહ્યો છે. જો કે, વર્ષ 2019-20માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે( NHFS)-5 મુજબ હવે સ્થિતિ બદલાઈ રહી છે. આ સર્વે મુજબ, રાજ્યમાં કુટુંબ નિયોજન માટે 11.4 ટકા લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. આ આંકડા છેલ્લા સર્વે કરતા બમણાં છે. વર્ષ 2015-16માં થયેલા સર્વે મુજબ 4.9 ટકા લોકો કુટુંબ નિયોજન માટે કોન્ડોમનો ઉપયોગ કરતા હતા. શહેરી વિસ્તારોમાં 16.8 ટકા જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 7.5 ટકા લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રીય સ્તરે શહેરમાં 13.5 ટકા અને ઓવર ઓલ 9.5 ટકા લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રીય સ્તરે ગ્રામીણ વિસ્તારમાં 7.6૬ ટકા લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. જ્યારે રાજ્યમાં પણ આ આંકડો સરખો જ છે.

કુટુંબ નિયોજન માટે મહિલાઓના વંધ્યીકરણ (સ્ટરીલાઈઝેશન)ની પદ્ધતિ (35.9 ટકા ) આજે પણ સૌથી વધુ અમલમાં છે. ગ્રામીણ વિસ્તારમાં 40.8 ટકા, શહેરમાં 29.1 ટકા મહિલાઓએ સ્ટરીલાઈઝેશન કરાવે છે. જે રાષ્ટ્રીય સ્તરની સરખામણીએ એક સમાન છે.

Author : Gujaratenews