ભાવનગરના ડો.મેહુલ ગોસાઈએ સ્પીપામાંથી ૩ દિવસની તાલીમ લીધી

09-Dec-2021

"SPIPA" ( સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડ્મિનિસ્ટ્રેશન) કે ગુજરાત સરકારની સ્વાતંત્ર્ય રીતે ટ્રેનિંગ આપતી એક ઉત્કૃષ્ટ કક્ષાની સંસ્થા છે. દર વર્ષે આ સંસ્થામાં UPSCની સર્વશ્રેષ્ઠ તૈયારી કરવા અનેક વિદ્યાર્થીઓ એડમિશન લેનારને તનતોડ મહેનત કરીને તૈયારી કરતા હોય છે. આ સંસ્થા ખાતે ભાવનગરના ડો. મેહુલ એમ. ગોસાઈએ ત્રણ દિવસની "એડ્મિનિસ્ટ્રેશન સ્કીલ" (વહીવટી કૌશલ્ય) ની તાલીમ સરકારી મેડિકલ કોલેજ, ભાવનગરના બાળઆરોગ્ય વિભાગના વિભાગીય વડા ડીન ડો.હેમંત મહેતાની સૂચનાથી લીધી હતી અને તેમના સહકારથી ભાગ લીધો હતો. અને સંસ્થાના વિદ્વાન અને તજજ્ઞો પ્રશિક્ષકો પાસેથી વહીવટી બાબતો અંગેની વિવિધ પાસાની જાણકારી મેળવી હતી.

Author : Gujaratenews