મધ્યપ્રદેશમાં દૂલ્હાએ ત્રણ ત્રણ મહિલાઓ સાથે એક જ લગ્નમંડપમાં લગ્ન કર્યા, કંકોત્રી અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
03-May-2022
અલિરાજપુર: મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લામાં આવેલા મોરી ફલિયા ગામમાં થયેલા લગ્ન દેશભરમાં ચર્ચાનું કારણ બન્યા છે. આ લગ્નમાં એક દૂલ્હાએ ત્રણ-ત્રણ દૂલ્હન સાથે એક સાથે ફેરા ફર્યા હતા. તેની કંકોત્રી અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લામાં આવેલા આદિવાસી ગામ મોરી ફલિયામાં આદિવાસી રીત-રિવાજ પ્રમાણે એક દૂલ્હાએ ત્રણ ત્રણ મહિલાઓ સાથે એક જ લગ્નમંડપમાં લગ્ન કર્યા હતા. એ સમાચાર દેશભરમાં વાઈરલ બન્યા હતા. લગ્નની કંકોત્રી અને તસવીરો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. લોકોએ એ ફોટા પરથી મિમ્સ બનાવ્યા હતા. એક ફોટામાં દૂલ્હા સાથે ત્રણેય દૂલ્હન જોવા મળતી હતી.
મોરી ફલિયાનો સરપંચ રહી ચૂકેલો ૪૨ વર્ષનો સમર્થ મોર્ય છેલ્લાં ૧૫ વર્ષથી ત્રણેય મહિલાઓ સાથે લિવ ઈનમાં રહેતો હતો. ત્રણેય પ્રેમિકાથી તેને છ સંતાનો છે. સમર્થે કહ્યું હતું કે આદિવાસી રીત-રિવાજ પ્રમાણે જેની સાથે ઈચ્છા થાય તેની સાથે રહી શકાય છે. એટલે ૧૫ વર્ષથી એ આ ત્રણેય પ્રેમિકા સાથે રહેતો હતો. સામાજિક રીતિ રિવાજને ધ્યાનમાં રાખીને આખરે ત્રણેય સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. છેલ્લાં ૧૫ વર્ષથી ત્રણેય પ્રેમિકા સમર્થ સાથે એક જ ઘરમાં સાથે રહેતી હતી.
લગ્નની કંકોત્રીમાં એક ત૨ફ વરરાજાનું નામ અને બીજી તરફ ત્રણ પ્રેમિકાના નામ લખાયા હતા. ભારતના બંધારણમાં આદિવાસી સંસ્કૃતિને ખાસ રક્ષણ મળ્યું છે. આદિવાસી સમાજને પરંપરાગત રીતે લગ્ન વગેરેની બંધારણીય સુરક્ષા મળે છે.
(For English reader)
In Madhya Pradesh, the groom married three women in the same wedding hall, Kankotri and pictures went viral on social media
Alirajpur, May 6: The marriage that took place in Mori Falia village in Alirajpur district of Madhya Pradesh has become a cause of discussion all over the country. In this marriage, one bridegroom went round with three brides. Kankotri and her pictures have gone viral on social media. In Mori Falia, a tribal village in Alirajpur district of Madhya Pradesh, according to tribal custom, a groom married three women in the same wedding pavilion. The news went viral across the country. The bride and groom's wedding photos became a hot topic on social media. People made mimes from those photos. The three brides were seen with the groom in one photo.
Samarth Maurya, a 6-year-old former sarpanch of Mori Falia, had been living in a live-in with the three women for the last 15 years. He has six children from all three girlfriends. Samarth said that according to tribal custom, one can live with whomever one wishes. So he had been living with these three girlfriends for 15 years. Considering the social customs, the three finally decided to get married. For the last 15 years, the three girlfriends have been living together in the same house with Samarth.
The name of the bridegroom was written on one side and the names of three girlfriends on the other side. Tribal culture has been given special protection in the Constitution of India. Tribal society traditionally enjoys constitutional protection such as marriage.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025