સુરતમાં હનિટ્રેપ : બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 10 લાખ માગ્યા, 2 પકડાયા

03-May-2022

સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર એક યુવકને ગલગલીયા કરાવી હનીટ્રેપમાં (honey trap) ફસાવી રૂપિયા પડાવતી એક મહિલા સહિત એક યુવકને વરાછા પોલીસે (varachha police) ઝડપી પાડ્યા હતા. જેમાં મહિલાએ યુવકનો મોબાઈલ ફોન પર સંપર્ક કરીને ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો હતો અને બળાત્કારની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. જોકે, બંને આરોપીઓની વરાછા પોલીસે ધરપકડ કરી હતી.

સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે અને ખાસ મહિલાઓના કેસમાં હનીટ્રેપની ઘટનાઓ સતત સામે આવી રહી છે. મહિલાઓ મોકાનો લાભ ઉઠાવીને લોકોને બ્લેકમેઈલ કરે છે જેને લઈને લોકો બદનામીના ડરે આપઘાત પણ કરી લેતા હોય છે. ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં સ્વરૂપવાન યુવતી રીના હીરપરાએ એક યુવકનો મોબાઈલથી સંપર્ક કર્યો હતો અને મીઠી મીઠી વાતો કરીને યુવકને મોહજાળમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ શરીર સબંધ બાંધવા વરાછા ભગીરથ સોસાયટી ખાતે બોલાવ્યો હતો.જ્યાં આ યુવક જતા જ રીના હીરપરાના સાગરીતો પહોંચી ગયા હતા અને બોલ્ડ ફોટો પાડીને યુવતી સાથે બળાત્કાર આચર્યો છે તેમ કહીને ધાક ધમકી આપી હતી અને ઉપરથી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેને લઈને યુવક ગભરાય ગયો હતો. જેમાં રીનાના સાગરીતોએ પતાવટ માટે પહેલા ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.ત્યારબાદ ૨.૫૦ લાખમાં પતાવટ કરી હતી જેમાં યુવકે ૧.૫૦ લાખ રૂપિયા મંગાવી યુવતીને આપ્યા હતા જોકે બાકીના રૂપિયા લેવા માટે સતત ફોન કરીને હેરાન કરતા હતા જેને લઈને યુવકને વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો.

બાદમાં તેઓ બાકીના રૂ.૧ લાખની માંગણી કરતા હોય મયુરે ગત રવિવારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા રીના ( ઉ.વ.૩૦ ) અને તેના પતિ ભાવેશ ઘનશ્યામભાઈ હિરપરા ઉ.વ.૨૧) (બંનેરહે. ૧૦૭, નંદનવન પેલેસ, બાપા સીતારામ ચોક, કામરેજ, સુરત. મૂળ રહે.મોણપર, સુરત) ની ધરપકડ કરી બાકીના બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ ડી.એચ.વાળા કરી રહ્યા છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અન્યોને પણ ફસાવ્યા છે.

 

(For English reader)

Honeytrap in Surat: 10 lakh demanded for rape, 2 arrested in rape case

Surat: A young man, including a woman, was nabbed by the Varachha police on a long Hanuman Road in Varachha area of ​​Surat after she was hugged and caught in a honey trap. In which the woman contacted the young man on his mobile phone and called him to Bhagirath Society and threatened to entrap him in the rape complaint and extorted money. However, both the accused were arrested by the Varachha police.

In the city of Surat, criminals have gone berserk and cases of honeytrap in the case of special women are constantly coming up. Women take advantage of opportunities to blackmail people, leading to suicides for fear of scandal. Then one more incident came to light.

Reena Hirpara, a handsome young woman in Varachha area of ​​Surat, approached a young man from her mobile and enticed the young man by saying sweet words and then called her at Varachha Bhagirath Society to have sex with her. At the same time, he threatened to kill her saying that he had committed rape and also threatened to implicate her in the rape case from above. The young man was frightened by this. In which Reena's marines first demanded Rs 10 lakh for settlement. After that they settled for Rs 2.50 lakh in which the youth demanded Rs 1.50 lakh and gave it to the girl. Was.

Later, they demanded the remaining Rs 1 lakh. Mayur lodged a complaint at the Varachha police station last Sunday. Bapa Sitaram Chowk, Kamarej, Surat. Original resides. Further investigations are being conducted by PSI DH. Police suspect that the gang has also trapped others.

Author : Gujaratenews