યુવકની કામલીલા / તારા લગ્ન ભલે થયા છે પણ રાત્રે પતિ ઘરે નહીં હોય ત્યારે હું આવીશ અને આપણે શરીર સુખ માણીશું
03-May-2022
Representative image.
લીંબાયત વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની પરિણીતાના લગ્ન વર્ષ અગાઉ જ થયા છે. ગત ૧૧ તારીખથી તેના મોબાઈલ ફોન ઉપર ત્રણ જુદાજુદા નંબર પરથી એક જ વ્યક્તિ અવારનવાર ફોન કરી તારા લગ્ન ભલે થયા છે પણ રાત્રે પતિ ઘરે નહીં હોય ત્યારે હું આવીશ અને આપણે શરીર સુખ માણીશું તેવી બીભત્સ વાત કરતો હતો.એટલું જ નહીં તેણે પરિણીતાને વ્હોટ્સએપ પર બીભત્સ ફોટા મોકલી અને બીભત્સ મેસેજ કરી પરેશાન કરી દીધી હતી. આથી છેવટે પરિણીતાએ ગત ગુરુવારના રોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન, પીઆઈ એચ.બી.ઝાલા, સેકન્ડ પીઆઈ વી.એ.જોગરાણા, પીએસઆઈ એચ.સી.મસાલીના ટેકનીકલ હેઠળ એએસઆઈ જનકસિંહ ભગવાનસિંહ અને હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ સામતસિંહને મળેલી બાતમીના આધારે લીંબાયત પોલીસે આ ગુનામાં મૂળ બિહારના તન્વીર આલમ સમીરુદ્દીન શેખ (ઉ.વ.૨૫, રહે.પ્લોટ નં.૨૯, બીજા માળે, અમન સોસાયટી, મયુર હોલ પાસે, લીંબાયત, સુરત ) ઝડપી લીધો હતો. રૂ.૭ હજારના પગારથી લીંબાયતમાં મદરેસાના મદરેસાના બાળકો માટે ફંડ ઉઘરાવવાનું કામ કરતા તન્વીરની પોલીસે પુછપરછ કરતા તેણે ફંડ ઉઘરાવવા જતા પરિણીતાને જોઈ મોહી પડયા બાદ તેના ઘર નીચે સાડી વર્ક કરતા એક કારીગરને વાર્તામાં ભોળવી પરિણીતાનો નંબર મેળવી તેને અવારનવાર ફોન કરી બીભત્સ માંગણી કરી હતી.
તન્વીરે કબૂલાત કરી હતી કે તેણે પહેલા સામાન્ય પરિવારના પરિચિતના મોબાઈલ નંબરને વ્હોટ્સએપમાં નાખી પરિણીતા સાથે માત્ર વ્હોટ્સએપ મેસેજ કરી વાત કરી હતી. બાદમાં તેને બીભત્સ મેસેજ કર્યા હતા. બાદમાં તેને ભાગળ ખાતે રીક્ષામાં સાદો મોબાઈલ ફોન મળ્યો હતો. જેનો ફોન ગુમ થયો હતો તે વ્યક્તિએ ફોન કરી પરત કરવા કહેતા તન્વીરે બહારગામ છું. આવીને આપીશ તેવું બહાનું કાઢી ફોન ચાલુ રખાવ્યો હતો અને તેના નંબર પર વ્હોટ્સએપ ચાલુ કરી વોઇસ કોલ કરી પરિણીતાને ધમકી આપી હતી. તે રોજ પરિણીતાના ઘર પાસે જઈ તેને જોતો હતો અને વોઇસ કોલ કરી કહેતો પણ હતો કે તારી નજીક જ છું.
તન્વીરે પોતાના મોબાઈલ ફોનમાં વ્હોટ્સએપ અન્યના નંબરથી કેવી રીતે ચાલુ કરાય તે ગુગલ પર સર્ચ કર્યું હતું. ઓછું ભણેલા તન્વીરને લાગતું હતું પોલીસ તેને પકડી શકશે નહીં.
(For English reader)
The 6-year-old bride, who lives in Limbayat area, got married a year ago. For the last 11 days, the same person has been calling her from three different numbers on her mobile phone. Even though your marriage has taken place, I would come at night when my husband is not at home and talk nasty that we will enjoy body happiness. Harassed by sending photos and sending nasty messages. Parineeta finally lodged a complaint at the Limbayat police station last Thursday and the police started an investigation based on her mobile number.
Meanwhile, based on the information received by PI HB Zala, Second PI VA Jograna, ASI Janak Singh Bhagwan Singh and Head Constable Yuvraj Singh Samat Singh under the technical of PSI HC Masali, the Limbayat police arrested Tanveer Alam Sameeruddin, a native of Bihar. Plot No. 3, 2nd Floor, Aman Society, Near Mayur Hall, Limbayat, Surat). While interrogating Tanveer, who was working to raise funds for the children of Madrasa Madrasa in Limbayat with a salary of Rs.
Tanveer confessed that he had earlier entered the mobile number of a common family acquaintance in WhatsApp and talked to his wife only by sending a WhatsApp message. The latter sent him a nasty message. He later found a plain mobile phone in a rickshaw at Bhagal. The person whose phone was lost called and asked Tanvir to return. I am out of town. Under the pretext of coming, he turned on the phone, turned on WhatsApp on his number, made a voice call and threatened his wife. He used to go to his wife's house every day and see her and make a voice call saying that he was close to her.
Tanveer did a Google search on his mobile phone to find out how to turn on WhatsApp from someone else's number. The less educated Tanvir thought the police would not be able to catch him.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024