નવો સ્ટેનઃ સિંગાપુરે ભારતીયોની પ્રવેશ સંખ્યા ઘટાડી કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો સામે આવ્યા પછી સત્તાધીશો ચિંતામાં મૂકાયા, એશિયાઈ દેશોના પ્રવાસી પર નજર

30-Apr-2021

લંડન : વિશ્વભરમાં વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણો કોરોનાના ખાતમા માટે યુએસની બે કંપનીઓ ટેબ્લેટ તૈયાર કરે છે

સામે આવ્યા પછી સિંગાપુર ભૂતકાળમાં સાજા થઇ ગયેલા પ્રવાસીઓને પણ દેશમાં કઇ રીતે પ્રવેશ આપવો તે મુદ્દાની સમીક્ષા કરશે. ભારતની મુલાકાત વખતે પ્રવાસી ફરી સંક્રમિત થવાની સંભાવના રહેતી હોવાથી સિંગાપુર આ દિશામાં વિચારી રહ્યું છે. અત્યારસુધી મહામારીને અંકુશમાં રાખવામાં સફળ રહેલા આ એશિયાઇ દેશે બોર્ડર પ્રવેશમાં ઘટાડો કરવા તેમ જ ભારતથી આવી રહેલા પ્રવાસીઓ માટે આઇસોલેશન જેવા પગલાં લેવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રાલયે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સિંગાપુરના નાગરિક ના હોય કે પછી કાયમી નિવાસી ના હોય તેવા ભારતીયોને સિંગાપુરમાં ઓછી સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે.

અમેરિકાની બે કંપની મળીને ટેબ્લેટ સ્વરૂપે કોવિડ-૧૯નો ખાતમો કરવાની કોશિશ કરી રહી છે. આ બંને કંપનીઓ છે- રિજબેક બાયોથેરાપ્યુટિક અને મર્ક. આ કંપનીઓએ ટેબ્લેટ બનાવી છે અને એની ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. રસપ્રદ એ છે કે આ ટેબ્લેટની હાલ તો ધારી અસર કોરોનાવાયરસ વિરુદ્ધ જોવા મળી રહી છે. ટૂંક સમયમાં ઈન્જેક્શનના બદલે મોંએથી ગળવાની આ ટેબ્લેટની હ્યુમન ટ્રાયલ્સ પણ શરૂ થશે. અમેરિકન એપિડેમિયોલોજિસ્ટ ડો. જિલ રોબર્ટ્સ ટેબ્લેટ વિશે કહ્યું હતું કે જો પરિણામો તમામ સ્તરે પાર ઊતરશે તો નજીકના ભવિષ્યમાં કોરોનાવાયરસનો ખાતમો કરી શકાશે.

ફાઇઝરે ભારત સરકારને નફો રળ્યા વિના વેક્સિન પુરવઠો પુરો પાડવા ઓફર કરી

દવાઓની ઉત્પાદક અમેરિકી કંપની ફાઇઝરે ગુરૂવારે ભારત સરકારના વેક્સિનેશન કાર્યક્રમ માટે નફા વિનાને ભાવે વેક્સિન ઉપલબ્ધ કરાવવા ઓફર કરી હતી. કંપનીએ જણાવ્યું કે તે દેશમાં વેક્સિનની ઉપલબ્ધતા સુનૃિીત કરવા માટે સરકાર સાથે હાથ મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે. કંપનીએ એમ પણ કહ્યું ફાઇઝર -બાયોટેક કોવિડ-૧૯ વેક્સિનનો પુરવઠો માત્ર સરકાર સાથેના કરારો આધારે પુરો પાડશે. ફાઇઝરના પ્રવક્તાએ જણાવ્યું કે,’ કંપની દેશમાં સરકારના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગ થઇ શકે તે હેતુસર ફાઇઝર અને બાયોએનટેક વેક્સિન ઉપલબ્ધ કરાવીને સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.' ફાઇઝરે એમ પણ જણાવ્યું કે તે વેક્સિનનો જથ્થો નફો લીધા વગર પુરો પાડશે.

Author : Gujaratenews