નવી દિલ્હી, ગુરૂવાર: રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહનું અવસાન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. મંગળવારે રાતે 86 વર્ષીય અજિત સિંહની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને તેમને ગુરૂગ્રામ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જાણવા મળ્યા મુજબ ફેફસામાં સંક્રમણ વધી જવાના કારણે અજિત સિંહની સ્થિતિ નાજુક થઈ ગઈ હતી. પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના દીકરા ચૌધરી અજિત સિંહ 7 વખત બાગપતથી સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચુક્યા છે. અજિત સિંહના અવસાન બાદ બાગપત સહિત પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં શોકની લહેરખી વ્યાપી છે. જાટ સમુદાયના મોટા નેતાઓમાં ચૌધરી અજિત સિંહની પણ ગણના થતી હતી.
22 એપ્રિલે થયા હતા કોરોના સંક્રમિત : આરએલડી પ્રમુખ ચૌધરી અજિત સિંહ 22 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા. ત્યાર બાદ ખૂબ જ ઝડપથી તેમના ફેફસામાં સંક્રમણ ફેલાયું હતું. મંગળવારે રાતે તેમની તબિયત ખૂબ જ બગડી હતી અને ગુરૂવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025