નવી દિલ્હી, તા. ૩૦
દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અંગત વપરાશ માટે ઓક્સિજન કોન્સ્ટ્રેટર્સની આયાત કુરિયર કે ઇ- કોમર્સ પોર્ટલ દ્વારા કરવાની મંજૂરી આપી દીધી છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(ડીજીએફટી) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ મંજૂરી ૩૧ જુલાઇ, ૨૦૨૧ સુધી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કોરોનાના દર્દીઓમાં ઓકિસજનનું પ્રમાણ ઘટી જતી હોવાથી આવા મેડિકલ ઉપકરણોની ડિમાન્ડ ખૂબ જ વધી ગઇ છે. ગિફ્ટ કેટેગરી હેઠળ કોન્સ્ટ્રેટર્સને કુરિયર કે ઇ-કોમર્સ પોર્ટલ દ્વારા મગાવવાની મંજૂરી આપવામાં આવી છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024