સુરત:
કોરોનાના કારણે શેરડી સહિતના પાકોના ભાવમાં ખેડૂતોને પડેલા ફટકામાંથી બહાર આવ્યા નથી ત્યાં ખાતરનું ઉત્પાદન કરતી વિવિધ કંપનીઓએ ભાવમાં આઝાદી પછી સૌથી મોટો એક ગુણે રૃા.૭૦૦ સુધીનો વધારો કરી દીધો ચો. વડાપ્રધાનનું ખેડુતોની આવક બમણી કરવાનું સ્વપ્નું એક સ્વપ્નું જ બની રહેશે એવો ખેડુતોએ બળાપો કાઢયો હતો.
કોરોનાના લઇને તમામ રોજગાર ધંધાઓ મંદ પડયા છે. ત્યારે ખેડુતોની હાલત પણ સારી નથી. ડાંગર, શેરડી સહિતના પાકોમાં જે ભાવો પડયા છે. તેમાં ખેડુતોને મોટો માર પડયો છે. હજુ તો આ આધાતમાંથી બહાર આવ્યા નથી ત્યાં તો ખાતર ઉત્પાદિત કંપનીએ ખાતરના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. ખેતીપાક માટે જે ખાતરોની વધારે જરૃર પડે છે. તે એન.કે.પી ખાતરમાં જ ભાવ વધારો કરતા ખેડુતો સમસમી ઉઠયા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025