દેશમાં કોરોનાનો અજગર ભરડો, દેશમાં 24 કલાકમાં 4,12,262 કેસ, 4000 લોકોએ કોરોનાથી દમ તોડ્યો
06-May-2021
નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં દેશમાં 412262 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. તેમજ 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સંક્રમિતોની સંખ્યાનો આંકડો દેશમાં અત્યાર સુધીમાં 2,10,77,410 થઈ ગઈ છે. બીજી તરફ વેક્સિન લેનારાની સંખ્યા દેશમાં 16.25 કરોડ સુધી પહોંચી છે. તેમજ 1.72 કરોડથી વધુ લોકો સાજા થઈ ચુક્યા છે. હજુ પણ દેશમાં 35.66 લાખ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 2.30 લાખ લોકોના દેશમાં કોરોના વાઇરસના કારણે જીવ ગયા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સૂત્રો અનુસાર, તા. 5 મે સુધીમાં ભારતમાં 29.67 લાખ લોકોએ કોરોના ટેસ્ટિંગ કરાવ્યું છે. જ્યારે બુધવારે એક દિવસમાં 19.23 લાખ લોકોએ ટેસ્ટિંગ કરાવા આવ્યા હતા.
Author : Gujaratenews
05-Mar-2025