દમણના માજી કોંગ્રેસી સાંસદ ડાહ્યાભાઈ પટેલનું સારવાર દરમિયાન કોરોનાથીનિધન

04-May-2021

વાપીઃ દમણના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલને કોરોના કાળ ભરખી લીધા હતા. ડાહ્યાભાઈ દમણના ૨ ટર્મના પૂર્વ કોંગ્રેસ સાંસદ હતા. જેના નિધનથી પ્રદેશમાં શોકનુ મોજું પ્રસર્યું છે.

 

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ ગામે રહેતા પૂર્વ કોંગ્રેસ સાંસદ ડાહ્યાભાઈ પટેલનું સવારે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું હતું ડાહ્યાભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવ્યા બાદ, અંબાણી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સોમવારે સવારે ૬ ક્લાકે મુંબઈમાં સારવાર

 

પહેલા તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બન્યા હતા.

 

ડાહ્યાભાઇ પટેલના નિધન બાદ દમણ અને દીવમાં શોકનું મોજું પ્રસર્યું હતું. ડાહ્યાભાઈ પટેલના પરિવારમાં તેમના પત્નિ, ૨ પુત્રો અને એક પુત્રી છે. તેમના પત્નિ ડાભેલ ગ્રામ પંચાયતમાં સરપંચ રહી ચૂક્યા છે. જ્યારે બન્ને પુત્રોબ મુબઈની હોસ્પિટલમાં સારવાર પણ રાજકારણમાં છે.

 

તેમનો મોટો કોંગ્રેસ તરફથી ૨ ટર્મમાં સાંસદની ચૂંટણી લડી ચૂક્યા છે. બન્ને વખત તેનો ભાજપ સામે પરાજય થયો હતો. જીગ્નેશ પટેલ હાલ ભાજપમાં સક્રિય કાર્યકર છે. ડાહ્યાભાઈનો પરિવાર વર્ષોથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલો હોવાથી કોંગ્રેસ-ભાજપના દિગ્ગજ નેતાઓએ અને કાર્યકરોએ તેમના પરિવારને સાંત્વના પાઠવી ડાહ્યાભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

દરમિયાન તેમનું નિધન થયું હતું. ડાહ્યાભાઈ પટેલ દમણ-દીવના પીઢ કોંગ્રેસી નેતા હતા. કોંગ્રેસ પક્ષમાં રહી તેઓ ૨ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૧૯૯૯ અને વર્ષ ૨૦૦૪માં તેઓ લોકસભામાં સાંસદ બન્યા હતા. 

Author : Gujaratenews