10 લાખ કરોડના આસામી બિલ-મિલિંડા ગેટ્સે આખરે ડિવોર્સ લીધા :સંપત્તિનો 95 ટકા હિસ્સો સમાજસેવામાં દાન કરશે, ત્રણ બાળકોને માત્ર રૂ.219 કરોડ જ આપશે

06-May-2021

ન્યૂયોર્ક, મંગળવાર: બિલ ગેટ્સની કુલ નેટવર્થ હાલ 146 બિલિય ડોલર લગભગ 10.87 લાખ કરોડ રૂપિયા છે. બિલ ગેટ્સે 2017માં કહ્યું હતું કે તેના દરેક બાળકને પૈતૃક સંપતિ માત્ર 10 મિલિયન ડોલર લગભગ 73 કરોડ રૂપિયા આપવામાં આવશે. એટલે કે ત્રણ બાળકોને કુલ 30 મિલિયન ડોલરની સંપતિ આપવામાં આવશે. બિલ અને મિલિંડા ગેટ્સ પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેમની કુલ સંપતિના લગભગ 95 ટકા હિસ્સો સમાજસેવા માટે આપવામાં આવશે. તેના માટે બંને બિલ એન્ડ મિલિંડ ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી ચૂક્યા છે.માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમની પત્ની મિલિંડા ગેટ્સ અલગ થવા જઈ રહ્યાં છે. બંનેએ લગ્નના 27 વર્ષ પછી છુટાછેડાની જાહેરાત કરી છે. બિલ ગેટ્સ અને મિલિંડા ગેટ્સ એક પુત્ર અને બે દીકરીઓના માતપિતા છે. પુત્રનું નામ રોરી અને દીકરીઓના નામ જેનિફર અને ફિયોબી છે.

Author : Gujaratenews